વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાડકવાયા

ખૂબ વિશાળ છે,

આ ધરતીમાતનો ખોળો,

અને એ ખોળામાં રમતાં,

કેટકેટલાય લાડકવાયા.


પ્રાણી હોય કે માનવી,

કે પછી તરુવર તણી છાયા,

ધરતીમાત માટે કોઈ નહીં પરાયા,

આ વાતને શું બધા છે સમજ્યા?


ના રે ના,

પ્રાણી તરુવરની વાત રહી દૂર,

અહીં તો માનવી ને માનવી,

પણ સદાય લડ્યા.


ધરતીમાત એ જોઈને,

સતત છે રડ્યા,

શું એ રુદનને રોકવા,

કોઈના દિલમાં પ્રભુજી છે જાગ્યા?


©કિશન પંડયા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ