વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વ્હાલી નથી રહી

મા, તુ હવે કેમ પહેલાં જેવી મા નથી રહી ?

મા, તુ હવે કેમ પહેલાં જેટલી વ્હાલી નથી રહી ?


જન્મ પહેલાં તો ખૂબ હરખાતી હતી ને હવે,

મા, હવે જન્મ થયાં પછી કેમ મને મારી રહી ?


તોફાની તો હું તારા પેટમાં હતો ત્યારથી જ છું,

મા, મારા તોફાન કેમ હવે સહી નથી રહી ?


બધા સામે હોય ત્યારે તો ખૂબ વ્હાલ કરે છે,

મા, શું તુ ખરેખર અંગતમાં વ્હાલી નથી રહી ?


મને તરછોડે છે શા માટે એ તો હવે ખબર પડી,

સ્ત્રી અધિકારોની સ્પર્ધામાં તુ પણ બાકાત નથી રહી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ