વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુને પાલવડે..!

હાઈકુ મણકા-૭


(૧)

આથમી આભા

વિરમ્યો સૂર્યદેવ

પોઢયું જીવન..!


(૨)


ચડતી નારી

દહેજનાં ખપ્પરે

કુરિવાજમાં..!


(૩)


શીખતાં શિષ્યો

જીવતરનાં પાઠો

સ્વાનુંભવથી..!


(૪)


બોલતાં જુઠ

અભિમનમાં,સત્ય

નહિ બુજાય..!


(૫)


ભીનાં ઘાસમાં

વેરાયાં મોતી સમ

ઝાકળબિંદુ..!


(૬)


ખુલ્લાં ગગને

તારલા ખીચોખીચ

શું સુંદરતા !


(૭)


અફાટ રણે

મૃગજળ ઘેલછા

મૃગલાઓની..!


(૮)


ભાસતું આજ

મકાન સલામત

કે'ર કોરોના..!


(૯)


ચમકી વીજ

આજ કોપાયમાન

કોના પર એ?


(૧૦)


ગયો શહેર

આળસ મરડતો

અજાણ્યો પથ..!


(૧૧)


કંપતા હાથે

મણકા જપનામ

પ્રભુ ઉપાડો..!


(૧૨)


મૌનમાં કેદ

ભીતરની કહાની

હૈયે વંટોળ..!


(૧૩)


સ્વયં બળીને

અંધકારને માત

શીખ દિવાની..!


(૧૪)


અંધકારમાં

આગિયા ચમકતાં

સોનેરી પર્ણ..!


(૧૫)


ઊંચા ગગને

બહુમાળી મંજિલ

ઝૂંપડે કોડ..!


(૧૬)


સ્નેહ ઉજાસે

અંધારું અંજવાળે

પ્રિયાની આંખો..!


(૧૭)


સંબંધો તુટયાં

કાગળ ચીર્યો જેમ

ભ્રામક મૈત્રી..!


(૧૮)


હું પણ શીખ્યો

કડવા વખ શબ્દો

સંગ સોબતે..!


(૧૯)


દિલની વાતો

આંખોની અભિલાષા

કળી ના શક્યો..!


(૨૦)


દે શિખામણ

વહાવે હેતગંગા

ઉંમર ભૂલી..!


(૨૧)


ઝાકળ ચુમે

લીલાછમ ઘાસને

ભાસે મોતીડાં..!


(૨૨)


ભર બપોરે

ઝાંઝવા વરસાવે

તૃષા મૃગની?


(૨૩)


બંધ આંખોમાં

સ્મરણ કરી તો જો

મળી જઈશ..!


(૨૪)


લાગણી વાવી

કોરડા ખેતરમાં

થૈ લીલીછમ..!


(૨૫)


રડે પરોઢ

વર્ષે ઝાકળબિંદુ

ભુંસે કિરણો..!


એકાંતની કલમે..📝


જયંતિલાલ વાઘેલા (એકાંત)


હાઈકુ (૫-૭-૫)

સત્તર અક્ષરોની ટૂંકી કવિતાઓ સમાન આ હાઈકુઓ અર્થ વૈભવમાં ક્યાંય પાછા પડતાં નથી.દરેક હાઈકુ એક અલગ અર્થ ધરાવે છે.અલગ જ શબ્દચિત્ર રચી આપે છે.આમ હાઈકુઓ "ગાગરમાં સાગર" સમાન છે.


સત્તર અક્ષરોની નાનકડી કવિતામાં આખો સાગર સમાવી લેવાની કળા એટલે હાઈકુ.

ત્રણ નાનકડી પંક્તિમાં કવિતાનો પૂરો સાર સમાઈ જાય છે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ