વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી વસંતની

રાહ જોઈ હતી તારા આગમનની,

જેઠ મહીને જેમ તાતને વરસાદની...


તારા આવ્યાં પછી શાતા છે મનની,

ધર્મ, અર્થ, કામ ને તુ છે મારી મોક્ષીની...


લક્ષ્મી સ્વરૂપા તુ છે મારા ઘરની,

રાહ હવે ના જોતો હું વસંતની...


દુઃખમાં સમજતી સ્થિતિ દશાની,

કેમ ભૂલાય દુઃખમાં તારી મિત્રતાની...


પત્ની, પ્રેયસી, પ્યારી તુ છે કામિની,

અટકે કલમ લખતાં 'તુષાર'ની...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ