વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકૃતિ જ પરમેશ્વરી

“યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ"

          માણસનો માહ્યલો કેટ-કેટલાં અળવીતરા પ્રશ્નો પૂછી શકે , તેનો કલામય દસ્તાવેજ એટલે પ્રકૃતિ.આ સંસારમાં જે પણ કાંઈ દૃશ્યમાન છે, તે પ્રકૃતિ છે. આપણાં મૂળ અને કુળમાં પ્રકૃતિ જ રહેલી છે. માટે જ તો સાહિત્યમાં પ્રકૃતિપ્રેમી કવિઓ તેને માં તરીકે ઓળખે છે.ઉમાશંકર જોશી જેવા કવિ હ્યદય એટલે જ તો બોલી ઉઠ્યા, "પ્રકૃતિ સદાય મારી માં રહી છે." અને આ સંસારમાં જેને માં નો દરજ્જો મળ્યો હોય, પછી તો ,પૂછવાનું જ શું બાકી હોય.

        મનુષ્ય જાત પોતાનાં સ્વાર્થ સિદ્ધ કરવાં માટે પ્રકૃતિ રૂપી માં સાથે છેડછાડ કરી શકે , પણ પ્રકૃતિ તો હંમેશા આપણને અવનવાં રૂપે કાંઈક આપતી રહીઁ છે.એટલે જ તો કહેવાય છે... "છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય." આ સંસારમાં ઈશ્વરગત લાભોની જો વાત કરવા જઈએ તો,તેનો કોઈ પાર નથી. હાડમાંસનો બનેલો માનવી પ્રકૃતિ રૂપી માતા પાસેથી જે મેળવે છે, તેનો જવાબ બેહિશાબ છે.સૂરજ ઉગવાનું નથી ભુલતો; દિવસ-રાત એમ જ બદલાય છે; ફૂલોમાં અવનવાં રૂપ ,રંગ અને સુવાસ આજે પણ યથાવત છે. ટૂંકમાં પ્રકૃતિનું દરેક તત્વ આપણને માતૃભાવે કંઈક ને કંઈક શીખ આપે છે. જ્યારે સંસ્કૃત માનવી પોતાનો દ્રષ્ટિકોણ બદલીને તેને શિશુભાવે જોશે , તો જરૂર તે દેખાં દેશે.સનાતન ધર્મમાં સૃષ્ટિનું સર્જન કરનારી; હજાર હાથવાળી ને પણ તો આપણાં ઋષિમુનિઓ માંનો દરજ્જો આપીને ગયા છે.આ પ્રકૃતિએ મનુષ્યજાત માટે કેટ-કેટલું કર્યું છે ! માણસજાત જ્યારે પોતાનાં પ્રયત્નોથી થાકી જાય, ત્યારે તે પરમેશ્વરને (ઇશ્વરને)સહારે બધું છોડીને સ્થિતપ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત કરે છે.

        આ પ્રકૃતિ આપણને ઘણું-ઘણું શીખવે છે.હવા , પાણીનો અખૂટ ભંડાર મનુષ્યને અમાપ અને મફતમાં પ્રાપ્ત છે.બદલાતી ઋતું પરિવર્તન પણ નીતિ-નિયમથી ચાલે છે. સંસારમાં રહેલાં તમામ જીવોપર પ્રકૃતિનું પ્રભુત્વ સ્થાપિત છે.તે આપણને પોતાનાં બાળ સમજીને જીવન જીવવાની નવી રાહ બતાવે છે. આપણે તેનું જતન કરવું જોઈએ. ભારત જેવાં સનાતનધર્મી દેશમાં આજે પણ પીપળે પૂજા થાય છે.આજે વિશ્વ પર 'કોરોનાં' જેવી મહામારીએ પોતાનો રૂઆબ દાખવ્યો,ત્યારે આપણે બાળકભાવે પ્રકૃતિને આશરે ગયાં. નદી,તળાવો , હવા ચોખ્ખી રાખવાં અનેકોનેક પ્રયત્નો થયાં. આ દેશમાં "ચિપ્કો આંદોલન"નાં પુરાવાં મોજૂદ છે.વિશ્વ સાક્ષી છે કે ,જ્યારે-જ્યારે પ્રકૃતિ પર આંચ આવી છે ,ત્યારે-ત્યારે સામાન્ય માનવી એક બાળકભાવે તેને નતમસ્તક થયો છે. વધતાં જતાં વાહન-વ્યવહાર અને પ્રદૂષણને કારણે આપણે "ગ્રીન હાઉસ ઇફેક્ટ" પણ જોઈ.ને ધરતીકંપ કે પછી વાવાઝોડાં , પૂર , ભૂસ્ખલન પણ જોયાં. આમ છતાં પણ તે પરમેશ્વરી પ્રકૃતિએ આપણને આપવામાં કઇ કચાસ નથી છોડી.ને માનવ સમાજ ફરીથી બેઠો થાય તેવાં માતૃત્વભાવે તેણે આપણાં પર કૃપા વરસાવવાની અવિરત ચાલુ રાખી છે.

        આજના દિને પ્રકૃતિને જ પરમેશ્વરી માનીને તેનું મહત્ત્વ સમજીને, બાળભાવે તેને વંદન...પ્રણામ...  જેણે પોતાનું માતૃત્વનું ઋણ ચૂકવવામાં કદી કચાસ નથી રાખી , તેવી માં પ્રકૃતિ, પરમેશ્વરનો હું ઋણી છું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ