વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમસ્તી મનની વાતો

થોડી વાતો 


મમ્મી હોય તો તુલસીની શુ ચિંતા, ઘણીવાર એમ લાગે કે મમ્મીનુ ચાલે તો તુલસીને દૂલહન જેવુ સજાવવામા કંઈ કચાશ ના રાખે...


પણ તોય બીજા ફૂલછોડ ને સોનેરી ઊજાશમા ગરમ થતી અમારી ગેલેરી...માસિકધર્મ આવે કે મારા કાલાવેલા ચાલુ થઈ જાય (ખાસ જો મમ્મી ના હોય જોડે) મીર બેટા છોડ તરસ્યા થયા છે પાણી આપી દેને. સૂકાઈ જશે, મહેનત એળે જશે, બીજા લાવવા પડશે, વગેરે વગેરે આવુ કેટલુય મીરને કેહવાનુ તો એક દિવસની જવાબદારી લે ને એમાય ભલું હોય તો અમારા ફૂલછોડ ને મારે કંઈક ઝીણું ઝીણું સાંભળવાનુ પણ આવે.


 પણ રીષી ને એક જ વાર ખાલી એટલુ કેહવાનુ બીચારા છોડ તરસે મરે છે...સીધી ચોકડી તરફ દોટ, બંનેવ ભઈઓમા અમૂક વાતો બહુ જ સરખી ને અમુકના છેડા જ ના અડકે. 


પણ મને મારા છોકરાઓ જ્યારે છોડને પાણી પાય કે રીષી વધારાના માંજર તોડી છોડમા નાખે કે મે આપેલુ ખાતર વખતે વખતે છોડમા ખોદી બરાબર પોષણ પુરુ પાડે ત્યારે એક અલગ જ વહાલ દીકરાઓ પર ઊભરાય...


આ વખતે ખાતરનુ કામ મીરને જ આપીશ એમ વિચારુ છું ત્યારે જોડે જોડે એ મને સામે કેટલી દલીલો કરશે, આનાકાની કરશે ને હુ સામે શુ કહીને કામ કઢાવીશ એ બહુ મુખ્ય વિષય થઈ પડ્યો છે. ગજબની દલીલો શોધી કાઢે ના ગમતા કામ માટે બાળકો...


ત્રણ તુલસીના છોડ ( પહેલા મમ્મીએ આપેલા ને નીલીમા ભાભીએ આપેલા તે સાથે ચાર હતા. પણ એક પીંકીને આપ્યુ...પીંકીને તો વળી નાનપણથી ફૂલછોડ friends જેવા લાગે પણ મારા પર એનો કોઈ બહુ પ્રભાવ વાંચન પ્રવૃત્તિ જેવો પડ્યો નહોતો) જોડે અજમાની વેલ, બારેમાસ થાય એવા ફૂલ, ઓક્સિજન છોડ, મોગરાનો છોડ, કુવારપાઠુ ( હવે આ અઠવાડીયામા pink ગુલાબ ને પછી જૂઈની વેલનુ પ્લાનીંગ છે...જેમ જેમ regular care કરાય એમ એમ હું છોડ વસાવુ છુ ને હિંમત આવે છે કે હા થઈ શકશે યા હોમ કરીને પડો, ફતેહ છે આગે)


આ બધા છોડ હવે પરિવારજન જેવા લાગે છે. દિવાળીમાં એમની આગળ દીવા મુકીએ તો જાણે ખુશ ખુશ થઈ જાય એવુ જણાય છે. ફુલ છોડ પ્રત્યેનો મારો આ પ્રેમ એક non-gujarati English લેખકને આભારી છે...


મને વાંચવા ગમતા આ લેખકને  ફૂલછોડ પ્રત્યે અનેરો લગાવ....બહારગામ જાય તોય માવજત કોઈ ભરોસેમંદ હાથમા સોંપવાની, પછી છોડ પર લખાતા એ લેખો વાંચતા મારી અંદર જાણે વર્ષો જુના વેરાણ પ્રદેશમા મળે જ નહી એવુ બીજ ફૂટયુ...ઘણીવાર આપણી પોતાની અમુક અનુભૂતી જોઈ આશ્ચર્ય થાય આવુ અત્યાર સુધી આપણને  કેમ ના થયું.


કોઈ પણ ઊમરે તમે કોને પસંદ કરો છો, વાંચો છો એનો પ્રભાવ તમે માનો ન માનો તમારા પર પડ્યા વગર રહેતો નથી. ને પછી પેલો ઠપકોય સાંભળવાનો પરિવારનો કે સ્નેહીજન કે  friends નો અમારાથી તો કંઈ પ્રેરણા ના થઈ...


પણ વિચિત્ર વાત એ છે કે આપણે ઘણીવાર જેનાથી પ્રેરણા પામતા હોઈએ છીએ તેમને ક્યારેય ખબર પણ નથી પડતી કે આપણે એમના વિચારોથી શબ્દોથી કેટલા પ્રભાવિત છીએ....


ઘણા તો વળી અહંમ પોષનારા...હહહ હુ કંઈ એમ કોઈનાથી impress ના થવુ હહહ એમ કહી સારી પ્રેરણાથી દૂર જાય


એ માણસોનો  પૈસાની કે મોભાની દ્રષ્ટીએ મોટા લોકોનો ભેટો કરાવો એટલે આવા લોકોનો અહંમ જેમ માનવાની રાહ જોઈ બેઠેલી સ્ત્રીઓ ફટાક દઈને મનાવો ને માની જાય એમ ઓગળી જાય...


મોટા લોકોની હાજરીમા પોતાના કપડા તપાસી લે, હોઠ વારે વારે બીડી ને  કરચલી વગરની કરી લે (  રખે ને કોઈને સામાવાળા માણસને ખબર પડે કે તમે તમારુ ધ્યાન બરાબર નથી રાખતા..appearance matters)  વાળ સરખા કરી લે..


આ બધું કરવુ જ હોય તો બધા જ માટે કરો પણ આ તો મોટા લોકોની સામે પોતે બાહ્ય ને અંદરની દ્રષ્ટીએ કેટલા સુંદર તે બતાવવાનો આનંદ...આવુ પણ હોય ને બીજુય ઘણુ હોય શુ કરીએ દોષ તો મારા તમારા બધામાં હોવાના સ્વીકાર્ય છે. આ તો મારા મનની વાત...આ વખતનો શિયાળો મારો સૌથી પ્રિય બની રહેશે એમ લાગે છે.


( ના રે કંઈ અલગ નથી બસ અંતઃ દષ્ટિ થોડી બદલાઈ છે )


મોસમી/ માનુની

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ