વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચૂંથાયો છું.

મન મૂકી ને મલકાયો છું,
એટલે જ અંતે ઘવાયો છું
ત્રુટીઓ મુજ ની પુરી કરવા,
ચારેકોર હું જ હું છવાયો છું.

ધોમધખતા એ તડકા વચ્ચે,
મસ્ત અનિલ થઈ ફૂંકાયો છું.
કયાંક અતિરિક્ત થયો તો,
મહેફિલ મહીં છુપાયો છું.

મુક માથાકૂટ મોહ ની "અંતિમ"
છડે ચોકે હું ય લૂંટાયો છું.
કોઈનો થવાને કાજે અહીં
ચીંથડે હાલ ચૂંથાયો છું.

ડો. સંજય જોષી (અંતિમ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ