વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સફળતા- સતત

ન સફળતા ટકી, ન વિફળતા સતત,

બસ રહી બેઉ વચ્ચે અડગતા સતત.


સાવ સીધો રહીને ફરું એટલે,

સૌ રહેતા મને પણ કનડતા સતત.


કામ સારું નથી કરવું સ્હેજે પછી,

પામવા સૌ પ્રભુને ભટકતાં સતત.


એકધારું ટકે નહિ જીવન એટલે,

જિંદગીના કલર એ (પ્રભુ) બદલતા સતત.


સાથ તારો હતો ફૂલ ફોરમ સમો,

આંસુ અત્તર બનીને પ્રસરતા સતત.


- નિશાન એમ. પટેલ(સ્વાગત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ