વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોણ?

ચિન્મયના ખિલખિલાટ હાસ્યથી દિયાને પરમ સંતોષનો અનુભવ થયો. એના પપ્પાના અકાળ અવસાન બાદ ઉદાસ રહેતો ચિન્મય નવા  ઘરમાં જાણે નવપલ્લવિત થઈ ગયો હતો. 


એના હસવાનો અવાજ સાંભળી દિયા રસોડામાંથી બહાર આવી, "અરે વાહ! ચિન્મય બેટુ, કેમ બહુ ખુશ છે?"


"મમ્મા, આપણી કામવાળી આન્ટી બહુ જ સારી છે. મને એમની સાથે રમવાની મજા પડે છે. "


"કામવાળી? આપણા ઘરે કોઈ કામવાળી નથી આવતી દીકરા."


"તો તારી પાછળ ઊભી છે એ કોણ છે મમ્મા?"


-----

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ