વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીંદગી

જીંદગી ત્રણ અક્ષરનો જ શબ્દ છે પણ આ ત્રણ અક્ષરનાં શબ્દમાં આપણી સાથે ઘણુંબધું થઈ જાય છે. જીંદગી આપણને બોવ બધું શીખવી જાય છે. ક્યારેક સારો સમય તો ક્યારેક ખરાબ સમય. એ તમને શીખવે છે તો બોવ બધું પણએ કેવી રીતે જીવવી એ તમારા હાથમાં છે.કોઈક ને ખુબ સારી લાગતી હોય અથવા તો એ આ જીંદગીએ આપેલી દરેક ક્ષણને માણતા હોય છે. જયારે અમુક લોકો એવું કહેતાં હોય છે કે હવે તો મને જીવવામાં કોઈ રસ નથી અથવાતો હવે મને કોઈ મને મોહ માયાજ નથી રહી આ જીંદગી થી. તો મારે આવા લોકોને કેહવું છે કે કેમ કોઈ રસ નથી ? ભગવાને એટલી સરસ દુનિયા બનાવી છે અને એનાથી પણ બેસ્ટકે તમને આ દુનિયા જોવા માટે મનુષ્ય અવતાર આપ્યો છે તો પછી શું કામ નથી જીવવી? અને હા સારો અને ખરાબ સમય તો બધાંનો આવે છે એક સમયે પાંડવોનો પણ આવ્યો હતો તો શું એ લોકો એ હાર માની લીધી હતી શું જીવન જીવવાનું છોડી દીધું હતું કે એમની જીંદગી ટૂંકાવી દીધી હતી ના એળે બધાં નો સામનો કર્યો હતો. અને ફરીથી મનુષ્ય અવતાર મળે એ તો આપણને ખબર નથી તો પછી એના દરેક ક્ષણને આપણે જીવી શકતા કેમ નથી ? મારે એટલુજ કેહવુ છે કે ભગવાને એટલી સરસ આપણને જીંદગી આપી છે તો જીવી લેવી જોઇએ શું ખબર ફરીથી આવી ખૂબસૂરત દુનિયા જોવા મળે કે ન મળે.


જીવન જીવવું ખુબ કઠિન છે પણ અઘરું નહિ.

અને દુનિયા એટલી ખૂબસૂરત છે.

તો એના દરેક ક્ષણને માણો અને તેની મજા લો.


✍️ Zarna Trivedi








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ