વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રણયવૃત્તિ

પાનખરમાં પણ વસંત ખીલવે, 

પ્રણયના કંઈ ખેલ એવા છે. 

ઊગતી રાતે ચાંદ સજાવતા, 

અંધારાના કંઈ ભેદ જેવા છે.


નકાર હકારની હુંસાતુંસી જામે,

મહોબ્બતના અવનવા રંગ એવા છે. 

વેદના વચ્ચે ટૂંટિયું વાળી તરસતા, 

હેતના ઓઝલ મૃગજળ જેવા છે.


હોઈ શકે પડછાયા આંસુના પણ, 

મૂંગી ઊર્મિના આવેગ એવા છે. 

અજંપાના બસ સંભારણાં રહ્યા, 

દાંત વચ્ચે ભીંસાતા હોઠ જેવા છે. 


હૈયુ ઠાલવી હળવા થવાની ચાહમાં,

અરીસાને પૂછાતા પ્રશ્ન એવા છે. 

અનહદ સૂર અને સૂરા વચાળે, 

તુલા ને વજનિયાંના ઉપહાસ જેવા છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ