વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આજે તું કેમ આટલો સાંભરે?


આજે તું કેમ આટલો સાંભરે ?


હે કૃષ્ણ, આજે તું કેમ આટલો સાંભરે?

ચંદ્રની પૂર્ણતા જોઈ હૈયું કેમ આમ ધબકે?

ચાંદ જોડે નજર મેળવતાં હોઠ કેમ મલકે?

કૃષ્ણ, આજે તું કેમ આટલો સાંભરે?


ત્યાં તો..


સુધાંશુ, એના જ પ્રતિબિંબમાં ભૂતકાળ પ્રગટાવે..

અતૃપ્ત ગોપીઓના કામણ  હિલોળે ચઢાવે,

પ્રેમના ઝંઝાવાતમાં ડૂબાડી ભાન ભૂલાવે,

ત્રિલોકેશ્વર 'મહારાસ' રચી પ્રીતિને ઝંઝોળે..

શશાંકની દિવ્યતા 'અમૃત' બની ભકતજનોને સ્પર્શે...

હૈયામાં ઉમંગભરી ઊર્જાથી, પૂર્ણ પ્રેમરસની તૃપ્તિ કરાવે...


એટલે જ આજ શરદપૂનમે 'અમૃતાંશુ'ની ઝલકે 'કૃષ્ણ' આટલો સાંભરે..





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ