વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શરદ પૂનમ

ગજબનું આકર્ષણ છે તારામાં,

હ્રદયે છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ,

છે આજ *શરદપૂર્ણિમા..*


મન મારું મોહી ગયું,

આવી એવી રાત,

છે આજ *શરદપૂર્ણિમા..*


મન પ્રિતમને મળવા ઝંખે,

એવી મધુર રાત મળે,

છે આજ *શરદપૂર્ણિમા..*


શીતળ પ્રકાશ સમ એ લાગણીઓ,

ઉભરાય જાણે ઉર્મીઓની વણજાર,

છે આજ *શરદપૂર્ણિમા..*


પૂનમની રાત છે ને તારો સાથ છે,

મંદ મંદ મલકાય અને વાય વાયરો,

છે આજ *શરદપૂર્ણિમા..*


પ્રેમી પંખીડાં તરસે આ રાતમાં,

થયી જાય પછી વાત વાતમાં જ,

છે આજ *શરદપૂર્ણિમા..*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ