વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફરી પાછા મળશું

     શરદ પૂનમના બીજા દિવસની વાત છે. સાંજના સાડા સાત વાગવા આવ્યા હસે. પરીક્ષા નજીક હોવાને લીધે હું મારા વાચવાનાં ટાઈમ ટેબલ ને અનુસરવામાં કંઈ બાંધ છોડ કરતી નથી. હા ક્યારેક ક્યારેક કંટાળો ખુબજ આવી જાય છે બસ તે દિવસે મને ખુબજ કંટાળો આવી ગયો હતો. 


    થોડીવાર મોબાઈલમાં વોટ્સએપ ને ફ્રેન્ડ સાથે થોડી ગપસપ કરી તો પણ સાલું કઈ મજા ન આવી. વાચવામાં પણ કંઈ મન જ ન લાગ્યું. પછી થયું લાવને થોડીવાર અગાસી પર આટો મારી આવું જો ક્યાંય મન લાગે તો.


    ઘરમાં મારી સૌથી સુંદર જગ્યા અને મને સૌથી પ્રિય એવી મારી અગાસી. જયાં જઈ એ એટલે મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય અને નીચે પાછું આવવાનું તો ક્યારેય મન જ ન થાય.


    અગાસી પર પોહચતાં જ એકદમ આખા શરીરમાં ઠંડી પ્રસરી ગઈ. શિયાળો નજીક હોવાથી જે આ ગુલાબી ઠંડી હોય છે તેની મજાજ કંઇક અલગ હોય છે.


    જોતજોતામાં મારું ધ્યાન એકદમ નીચે પડતાં પ્રકાશને જોય અને ઉપર જોયું અને સામે આખું આકાશ અને તેની સુંદરતા ના તો શું વખાણ કરું? એકદમ ટમટમતા તારા અને ચંદ્રનો પ્રકાશ જાણે આપણને કંઇક શીખવી રહ્યા હોય. જાણે આપણી સાથે એ વાતો કરી રહ્યા હોય આપણને કંઈક કહી રહ્યા હોય.


     એકબીજા તારા પોતાના તારામંડળમાં રમી રહ્યા હોય. એ પણ નાના બાળકોની જેમ માસૂમ અને ચંદ્ર તેનો રાજા એ આ બધું જોય એકદમ મસ્ત હસી રહ્યો હોય.


    ત્યાંજ હું નાની હતી એના દિવસો યાદ આવી ગયા. કેવા એ દિવસોમાં ખુલ્લા ફળિયામાં ખાટલા પર સૂવાનું અને મમ્મી પપ્પા સાથે વાતો અને તારા અને ચંદ્રને જોતા જોતા ક્યારે ઊંઘ આવી જતી અને સવાર પડી જતી એ ખબર જ ન પડતી.


     આ બધું નિહાળતાં ક્યારે સમય પસાર થઈ ગયો ખબર જ ના પડી. એટલામાં જ મમ્મી એ બૂમ પાડી કે ચાલ જમવાનું થઈ ગયું છે અને મારું ધ્યાન સમય પર ગયું


    જતાં જતાં ફરી એકવાર મેં આકાશ સામે જોયું અને એ બધાં જાણે મને બાય કહેતાં હોય એવી અનુભૂતિ થઈ ખુશીમાં ને ખુશીમાં મે પણ તેમને હાથ વડે બાય કહી નીચે ઉતરી ગઈ અને મનમાં જ કહી દીધું કે "ફરી પાછા મળશું"


  

​નોંધ:-મેં જે અનુભવ્યું અને મને ગમ્યું એટલે મે અહી પ્રકાશિત કર્યું છે. થોડી ભૂલો હસે જે માફ કરવી અને વાંચીને તમારો  પ્રતિભાવ જરૂરથી જણાવશો.

​✍️Zarna Trivedi


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ