વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખેલદિલી

ના ભોગી શકું છું હું ના ત્યાગી શકું છું,
મોહ થી છૂટવા ક્યાં જાગી શકું છું હું!
અમસ્તા જ નીકળે છે દિવસો જિંદગીના
કેટલી રહી જિંદગી ક્યાં માપી શકું છું હું!

દિવસો જુદાઈ ના જાય છે તડકા ની જેમ
એ અંતર ને વેંત માં ક્યાં કાપી શકું છું હું!
છે કોરાણા એમના સપનાઓ દિલ મહીં,
યંત્ર એવું ક્યાં મળે છે કે છાપી શકું છું હું!

વિહવળ બની ને ભટકે મૃગ જળ ની તલાશે,

જાંજવા ના જળ ને ક્યાં પામી શકું છું હું!

છેલ્લે તોય તું જ હાર્યો રમત માં "અંતિમ"
ખેલદિલી ની ભાવના ને ક્યાં ડામી શકું છું હું!

ડો.સંજય જોષી (અંતિમ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ