વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું આવ ને...

સાચે કહું છું હું ઉદાસ છું, તું આવ ને.
થાકી ગયો છું ઉન્માદ માં, તું આવ ને.
બેફામ હતો જે એ શાંત થયો પવન,
હવે માત્ર અસ્તવ્યસ્ત છું, તું આવ ને.

ભપકો હતો કે જીવાય જશે શુ જરૂર!
આદત નડી છે યાદ ની, તું આવ ને.
હશે ભૂલો, પામવા માટે કરતબ કર્યાની,
તોય એકલતાનો ભાર છે, તું આવ ને.

હઠ નો હોંકારો ના સાંભળી શક્યો "અંતિમ"
પછડાયો છું હું છેક થી, તું આવ ને.

ડો.સંજય જોષી (અંતિમ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ