વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા પિતા

સુષ્ટ્રિનો સુંદર શબ્દ એટલે પિતા

પરિવારનો મજબૂત આધાર સ્તંભ એટલે પિતા


જીવનના આકરા તાપથી બચાવનાર વટ વૃક્ષ,

અમારી આકાંક્ષાઓનું પ્રતિબિંબ એટલે મારા પિતા


    

ચહેરાની ચામડીની કરચલીની પાછળ,

સંવેદનાની ભીની સુંવાળપ એટલે મારા પિતા


પોતાની હજાર ખુશીઓ ત્યાગી પરિવારની

એક ખુશી માટે ઝઝુમનાર વ્યતિત્વ એટલે મારા પિતા


દુઃખોને હરી, સુખોની ભરપાઈ કરતા

જન્મદાતા,અડગ હિમાલય એટલે મારા પિતા


હસ્તકેરા પારણે ઝુલાવી, આંગળી પકડી

ચાલતા શિખવનાર, હૃદયનો શ્વાસ એટલે મારા પિતા


જીવનના પ્રત્યેક મુકામે, જીવનની પ્રત્યેક પળે

પ્રત્યક્ષ કે પરોક્ષ સધિયારો એટલે મારા પિતા


મારા જીવનના વિશ્વવિધાતા, મારા અંતરનો આત્મા

મારી તમામ ઈચ્છાઓ પૂરી કરનાર એવા મારા પિતાને

પ્રથમ વર્ષીય પૂણ્યતિથીએ મારી શ્રદ્ધાંજલિ


Bhumi joshi " સ્પંદન"

30/11/2021


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ