વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રભુ અમારા

પ્રભુ અમારા,પ્રભુ અમારા,પ્રભુ અમારા છે.

બધાંથી વ્હાલા સૌથી ન્યારા પ્રભુ અમારા છે.


        કેવા મોટા છે તોયે,

        અમારા પિતા હોયે.

અતિ દયાળુ ને સહુથી કૃપાળુ પ્રભુ અમારા છે.


       ભૂલોના ભરેલા અમે,

       તોયે માફ કરતાં હોય.

સ્વભાવ સામે નહી અમારા જોતા પ્રભુ અમારા છે.


       મારી રક્ષા કરવા કાજે,

       હરપળ સાથે રહેતા હોય.

જનમ જનમ લગ પ્રાણ પાથરું પ્રભુ અમારા છે.





~ હેમાની પટેલ "તસ્વી " ✍️✍️

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ