વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૃતકોની અન્ત્યવિધિ

આગ ઓકતા ચૈતરના ઉનાળે

ધગધગતી ધરામાં કુદરતના પ્રસવે

સ્મૃતિઓ અને ઝંખનાઓ સાંભરે

તડકાનું જોમ સૂકાં મૂળિયાં કંપાવે 

હૂંફ ઓઢાળતા શિયાળે

ધરા ઢંકાય હિમનાં આવરણ તળે

મૂળિયે જીવન પાંગરતું મળે

એકાએક ઉનાળો આવી ચડે

ઝાપટું વરસે સરોવર પરે

અટક્યા અમે સ્તંભાવલિના છાયડે

બાગમાં જઈ બેઠા તડકે નિરાંતે

વાતોએ વળગ્યા કૉફી પીને 

 

હું રશિયન નથી. શુદ્ધ જર્મન છું; લિથુએનિયાની.

આર્ક-ડ્યૂકને ત્યાં રહેતા મારા પિતરાઈએ

બરફ પર સરકતી ગાડીમાં બેસાડી મને

ભયથી થરથરતી હું નાનપણે

‘મેરી, મેરી!’ એ કહે, ‘ગાડી પકડીને બેસી રે!’

એ ઢાળ પરથી સરકી નીચે

બંધન છૂટતાં લાગે પહાડો કને!

 

રાતે મોડે સુધી વાંચવું ગમે

શિયાળે દખણમાં રખડવું ગમે

વાંઝણી પથરાળ ધરામાં વળી શું ઉગે?

આદમના વંશજ—ન તું જાણે, ન કલ્પી શકે

સૂર્ય તપે ભગ્ન પ્રતિમાઓના કાટમાળે

સૂકાં ઝાડવે છાયડો ન મળે

તમરું કશું ન ગણગણે

જળ કશે ન ખળખળે

શાતા કેવળ એ રાતા ખડક કને

(આવી જા આ રાતા ખડકના છાયડે)

તારી પાછળ કૂદતો સવારે ‘ને

તારી આગળ ઊગતો સાંજે જે

એથી નોખું જ કૈંક દેખાડું તને

મુઠ્ઠીભર ધૂળમાં ડર જોઈ લે

***

 

મીઠા-મીઠા વતને વાયરા વાયા

વાલમ મારા ક્યાં તમે ખોવાયા?

 

ગત વર્ષે તે આપેલું પુષ્પ મને

‘પુષ્પકન્યા’ કહી એ પછી સૌ સાકરે

ઉપવનેથી ફરી પરત, ભલે મોડે મોડે

કેશ ભીના, તવ હાથ પુષ્પથી ભરચક મળે

વાચા હણાઈ મારી ને આંખો પડી અંધારે

ન જાણું – છાતી મહીં ધબકાર છે કે ચાલ્યો પરે?

અજવાસના ગર્ભમાં ઝાંખ્યું તો, શાંતિ ઝરે

રિક્ત ને વેરાન, સાગર

 

મેડમ સોસોટ્રિસ, ‘અતીન્દ્રિયધારી’ સ્ત્રી જેને

શરદીનો કોઠો હતો છતાં, ઓળખી આખા યુરોપે

શાણી ખરી ને પાનાંની કપટી ભાષા ઓળખે

‘પ્રાચીન નાવિક ડૂબતો.’ ટૅરો કાર્ડ કાઢી કહે.

(જો! મરતી આંખો જોઈ શું મોતી સાંભરે?)

 

બીજું કાર્ડ – ‘બેલડોર્નં’, સમ્રાજ્ઞા પથ્થરોની

રાણી અટપટા સંજોગોની

‘ત્રણ ડાંગ પકડેલો માણસ’ આવ્યો પછી

‘નસીબચક્ર’ ને ‘વેપારી જેની આંખો ત્રાંસી’

‘કોરું પાનું’, સૂચવે રહેલો ભાર પીઠે એની

—નિષિદ્ધ છે જોવું સામે જેની.

‘ફાંસીએ લટકતો માણસ’ ગાયબ – છે ઘાત પાણીની

તવ ભાવિમાં જોઈ – ‘ચકરાવો લેતી જનટોળકી’.

 

આભાર ને આવજો, ભવિષ્યકથન પૂરું થયું.

શ્રીમતી એક્વોટોન મળે તો કહેજો આટલું.

સ્વયં ત્યાં આવી એમનું ભાવિ જણાવીશ હું.

આજકાલ આવી વાતમાં હું ઘણી સાવધ રહું.

 

નગર ભ્રાન્તિનું

શિશિરની પરોઢે ધુમ્મસ છવાયું ભૂખરું

લંડન બ્રિજ પર જામ્યું જનોનું ટોળું

એકલાં ને મૃત જીવતેજીવતાં! – સ્વપ્નેય વિચાર્યું ન્હોતું!

નજર ખોડી પગની તરફ હરકોઈ જોતું

નિ:શ્વાસ છૂટતા જૂજ જેની અલ્પ આયુ

ટેકરીથી નીચે ઊતરી ગલીઓમાં ખોવાયું

નવના ડંકે ચીખ્યું ઘડિયાળ ટાવરનું

 

“સ્ટેટ્સન!” – કોઈ પરિચિત ચહેરો જોઈ મેં નામ પોકાર્યું

સાથે લડેલા યુદ્ધ એક સદીઓ પુરાણું

તેણે બગીચામાં મડદું એક વાવેલું.

ફૂટ્યાં ખરાં એના અંકુર? ઓણ ખીલશે ખરું?

કે કમોસમી હિમપાતમાં ગયું ઠરી બિચારું?

જોજે ના પાસે ફરકે કોઈ કૂતરું.

દોસ્તાર — વફાદાર પ્રાણી મનુષ્યનું!

દંભી વાચક – મારા પ્રતિબિંબ, મારા સખા - હા, એ તું!

***

આ કાવ્યનો પ્રથમ ભાગ છે. જેને ટી.એસ. એલિયટે ‘મૃતકોની અન્ત્યવિધિ’ નામ આપેલું. કાવ્ય આધુનિક શૈલીનું હોવા છતાં, એના પછી જે અનુઆધુનિક પરંપરા વિકસી, એમાં વધું બંધ બેસે છે. કાવ્ય પશ્ચિમિ પરંપરાના ઘણાં સંદર્ભોનો ઉપયોગ કરે છે. કાવ્ય વિશ્વયુદ્ધ પછીના ગાળામાં લખાયું છે. એટલે આધુનિક વિશ્વની ઘણી બધી બાબતો, જેણે આ વિશ્વ અને મનુષ્યજીવનને મરુભૂમિ બનાવી દીધી, એના સંદર્ભો એલિયટે વાપર્યા છે. ટી.એસ. એલિયટ બેન્કની નોકરી કરતા. બપોરે ત્રણ વાગ્યે ટાવરના ઘડિયાળમાં નવ ટકોરા પડતા. આ સમય ઘણો અગત્યનો છે. પ્રભુ ઈશુને બપોરના ત્રણ આસપાસ, ઊંચી ટેકરી પર વધસ્તંભે ચડાવેલા.

આને જ રૂપક લઈ, આધુનિક ગુલામો જેવા મનુષ્યોની વાત કરતા એલિયટ કહે છે કે મનુષ્ય એકલાં અને જીવતેજીવતાં મૃત બની રહ્યા છે. સૌ પગ તરફ, નીચે નજર ખોડી ચાલે છે. (સ્પાર્ટફોનના જમાનામાં આ વાત વધારે પ્રસ્તુત બને છે.) નવના ટકોરે આધુનિક માનવી જાણે રોજેરોજ વધસ્તંભ પર ચડીને મૃત્યુ પામે છે. ભ્રાન્તિનું નગર પણ હવે તો સર્વત્ર પ્રસરી ગયું છે.

ટૅરો કાર્ડ ભવિષ્યકથન માટે વપરાય છે. ભવિષ્ય સૌને લલચાવે છે. પણ કહેવાતી ‘અતીન્દ્રિયધારી’ વ્યક્તિ કપટની ભાષા જાણે છે, ભવિષ્યની નહીં. એલિયટે ઉલ્લેખેલા ટૅરો વિષાદી ભવિષ્યનું દર્શન આપે છે. એલિયટ એક સદીઓ પુરાણાં યુદ્ધનો ઉલ્લેખ કરે છે. (માયલેનું યુદ્ધ. ઈ.સ. પૂર્વે – ૨૬૦.) હિંસા અવિતર મનુષ્યજીવવનો મહત્વનો ભાગ રહી છે. મનુષ્ય સતત અંદર અને બહારના યુદ્ધો લડતો આવ્યો છે. વિશ્વયુદ્ધ પછીના ગંભીર ચિંતનના સંદર્ભમાં જોઈએ તો, ‘માનવતા’નું સદીઓ પહેલા દાટી દીધેલું શબ હજુ પણ અંકુરિત નથી થયું. અંતમાં એલિયટ એવું ન થયું એ માટે વાચકને, આપણને દંભી કહીને ચેતવે છે કે આપણે એનાથી દૂર રહેવું. શું માનવતાને સૌથી મોટો ખતરો માનવોથી જ હશે?

જ્યારે એલિયટે આ કાવ્ય લખેલું, ત્યારે કાવ્યને જાણી જોઈને અઘરું બનાવવું એવી ચળવળ ચાલતી હતી. ઘણી પંક્તિઓમાં જોઈ શકાય છે કે કવિની જગ્યાએ વર્ણનકાર બદલાઈને નાયિકા થઈ જાય છે.

***

April is the cruellest month, breeding
Lilacs out of the dead land, mixing
Memory and desire, stirring
Dull roots with spring rain.
Winter kept us warm, covering
Earth in forgetful snow, feeding
A little life with dried tubers.
Summer surprised us, coming over the Starnbergersee
With a shower of rain; we stopped in the colonnade,
And went on in sunlight, into the Hofgarten, 10
And drank coffee, and talked for an hour.
Bin gar keine Russin, stamm’ aus Litauen, echt deutsch.
And when we were children, staying at the archduke’s,
My cousin’s, he took me out on a sled,
And I was frightened. He said, Marie,
Marie, hold on tight. And down we went.
In the mountains, there you feel free.
I read, much of the night, and go south in the winter.

What are the roots that clutch, what branches grow
Out of this stony rubbish? Son of man, 20
You cannot say, or guess, for you know only
A heap of broken images, where the sun beats,
And the dead tree gives no shelter, the cricket no relief,
And the dry stone no sound of water. Only
There is shadow under this red rock,
(Come in under the shadow of this red rock),
And I will show you something different from either
Your shadow at morning striding behind you
Or your shadow at evening rising to meet you;
I will show you fear in a handful of dust.

Frisch weht der Wind
Der Heimat zu
Mein Irisch Kind,
Wo weilest du?
“You gave me hyacinths first a year ago;
“They called me the hyacinth girl.”
—Yet when we came back, late, from the Hyacinth garden,
Your arms full, and your hair wet, I could not
Speak, and my eyes failed, I was neither
Living nor dead, and I knew nothing, 40
Looking into the heart of light, the silence.
Oed’ und leer das Meer.

Madame Sosostris, famous clairvoyante,
Had a bad cold, nevertheless
Is known to be the wisest woman in Europe,
With a wicked pack of cards. Here, said she,
Is your card, the drowned Phoenician Sailor,
(Those are pearls that were his eyes. Look!)
Here is Belladonna, the Lady of the Rocks,
The lady of situations. 50
Here is the man with three staves, and here the Wheel,
And here is the one-eyed merchant, and this card,
Which is blank, is something he carries on his back,
Which I am forbidden to see. I do not find
The Hanged Man. Fear death by water.
I see crowds of people, walking round in a ring.
Thank you. If you see dear Mrs. Equitone,
Tell her I bring the horoscope myself:
One must be so careful these days.

Unreal City, 60
Under the brown fog of a winter dawn,
A crowd flowed over London Bridge, so many,
I had not thought death had undone so many.
Sighs, short and infrequent, were exhaled,
And each man fixed his eyes before his feet.
Flowed up the hill and down King William Street,
To where Saint Mary Woolnoth kept the hours
With a dead sound on the final stroke of nine.
There I saw one I knew, and stopped him, crying “Stetson!
“You who were with me in the ships at Mylae! 70
“That corpse you planted last year in your garden,
“Has it begun to sprout? Will it bloom this year?
“Or has the sudden frost disturbed its bed?
“Oh keep the Dog far hence, that’s friend to men,
“Or with his nails he’ll dig it up again!
“You! hypocrite lecteur!—mon semblable,—mon frère!”

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ