વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દ્વિધાકેદ

ચોતરફ બારીવાળા હ્રદયના ઉંબરે પાંજરે પૂર્યા છે,
કંઈક કલાથી એમણે મને કેદમાં રાખ્યા છે.

એકાકી લાગણીઓને મેં મંઝિલનો રસ્તો પૂછ્યો,
હસીને એ કહે, જો તો તાળા કેટલા વાસ્યા છે?

એમણે કવનમાં છુપાવીને ઈજન મોકલ્યા ખરાં,
પણ ના અંતરમાં, ના તો ઈન્તઝારમાં રાખ્યા છે.

કોઈક ઘડીએ જો અજવાળા જરા સ્પર્શી ગયાં,
ખોબો ભરી ઝાકળ સમેત અંધારા મને સોંપ્યા છે.

સુગંધિત વાયરા મારો શ્વાસ લઈને ગયા હતા,
પાશમાં બંધાતા શ્વાસના રહસ્યો કદી માણ્યા છે?

મૂંગી વેદનાની આશ હેતના નામે લખાવી દેતાં, 

સંવેદનાના મથક કેવા ને સરનામા ક્યાં મળ્યા છે? 

પ્રણયના ત્રાજવાં ને સામે વળી પ્રતિબિંબ લાખ,
ઝુકેલા ખભા પર ઉન્નત, મસ્તકો જ અટવાયા છે.

વાદળ, પીંછા ને પરપોટા પણ જ્યારે પજવી ગયાં,
નીચું જોઈ બસ મેં મૂળિયાં મારા ફેલાવ્યા છે.

ભીતરમાં તરસ ને સરોવરના વાયદા હજાર હતા,
પણ પૂર વચ્ચેના ઊંચા ખડક પર મારી જગ્યા છે. 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ