વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમાસ

(એક ભટકતી આત્માનો પોકાર)



બહું જોઈ અમાસની કાળી રાત

હવે નથી જોવું અંધારામાં

નથી વિહરવું નિશામાં,

નથી પાડવી કારમી ચીસો,

નથી લટકવું પીપળાની ડાળે.


હવે જોઈએ એક નિરાંત,

એક શાંત નીંદર,

જીવને મેં બહું ભટકવ્યો,

એક સુંદર સપના કાજ,

ખૂબ બીવડવ્યા સૌને,

ચિચાયારીઓ પાડી મેં.


આખરે એ આવ્યો  હતો. ત્યાં,

મારો જીવ મેં  ગુમાવ્યો જ્યાં,

હદયે થી શ્રધ્ધાંજલિ અને ,

એક ડૂસકું સંભળાયું,

જીવને શાંતિ થઈ કે,

નથી ભૂલ્યો મને.


બહું જોઈ અમાસની કાળી રાત,

હવે નથી જોવું અંધારામાં,

નથી વિહરવું નિશા માં,,

નથી પાડવી કારમી ચીસો,

નથી લટકવું પીપળાની ડાળે.




(એક નવું સાહસ કર્યું છે. લખવાનું બધા મિત્રો વાંચી ને પ્રતિભાવ જરૂરથી આપશોજી. તો ક્યારેક હોરર વાર્તા લખવાનો પ્રયત્ન કરું.)








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ