વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૂર્યવંશી ફિલ્મ રીવ્યુ

"હમકો દીવાના કર ગયે" "નમસ્તે લંડન" "દે દના દન" "સિંઘ ઇસ કિંગ" "વેલકમ" "તીસ માર ખાન" જેવી રોમેન્ટિક કોમેડી મુવી આપનાર જોડી, આપણને ફરીવાર રૂપેરી પડદે જોવા મળી. "સૂર્યવંશી"માં. obviously I'm talking about Akshay kumar and Katrina kaif.

"ઝમીન" જેવી ગંભીર ફિલ્મથી બોલીવુડમાં નિર્દેશક તરીકે પોતાનું પદાર્પણ કરનાર રોહિત શેટ્ટી "સૂર્યવંશી" ના ડિરેકટર છે. પહેલી ફિલ્મ "ઝમીન" ફિલ્મ દર્શકોને સિનેમા હોલ સુધી ખેંચવામાં સફળ ન રહી. પણ ત્યારબાદ તેની પહેલી કોમેડી ફિલ્મ આવી "ગોલમાલ : ફન અનલિમિટેડ" ત્યારબાદ "ગોલમાલ રિટર્ન". ત્યારબાદ "સન્ડે" પણ તે સફળ ન રહી. ત્યારબાદ ગોલમાલની ત્રીજી સિરીઝ "ગોલમાલ 3"કે જે 100 કરોડના કલબમાં સામેલ થઈ. ત્યારબાદ "સિંઘમ" જેવી એક્શન પેકડ મુવી. પછી "બોલ બચ્ચન" કે જે 100 કરોડના કલબમાં સામેલ થઈ. ત્યારબાદ "ચેન્નાઇ એક્સપ્રેસ" "સિંઘમ રિટર્ન" " દિલવાલે" "ગોલમાલ અગેઇન" "સિમ્બા" અને પછી "સૂર્યવંશી".

5 નવેમ્બર, 2021ના રોજ લોકડાઉન બાદ થિયેટરમાં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ. દિવાળી પર મોટા બજેટ વાળી મોટી ફિલ્મ. (અધધધ 165 કરોડમાં બનેલી ફિલ્મ)
સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે લોકોએ ટ્રેલરના ખૂબ જ વખાણ કરેલા. વાહ શું ગીત છે?! શું એક્શન છે?! અને તે સાચું પણ છે. સૂર્યવંશી જોવાની મારી ઈચ્છા હતી, પણ જ્યોતીન્દ્ર મહેતાની સમયબંધન મને નડતી હતી. અરે! ઊંધું નહિ વિચારો. સમ્યબંધન - સમય નો અભાવ હતો. ફિલ્મ રિલીઝ થયાના 1 મહિના બાદ હું ફિલ્મ જોવા ગયો. ખૂબ રોમાંચિત હતો. વાહ! રોહિત શેટ્ટી અને અક્ષય કુમારનું કોમ્બો. શું જલસો પડશે!! ફિલ્મ શરૂ થઈ અને શરૂઆતમાં જ બૉમ્બ ધડાકો. જેમાં વીર સૂર્યવંશીના માતા પિતાનું નિધન થયું. આ ધમાકો થયો હતો 1993માં જેના મુખ્ય આરોપી બિલાલ અહેમદ અને ઓમર હાફિઝ ભાગી ગયા. 28 વર્ષ બાદ ઓમર હાફિઝ હવે વધુ બૉમ્બ બ્લાસ્ટ કરાવવા ઇચ્છતો હતો. 1993માં કુલ 1 તન RDX મુંબઈ આવ્યું હતું જેમાંથી 400 કિલો જ ઉપયોગમાં લેવાયું હતું અને 600 કિલો હજુ પણ ક્યાંય દટાયેલું હતું. કુલ 40 સ્લીપર સેલ્સ 28 વર્ષથી અહીં ભારતમાં રહે છે. અને આગલો મોટો ધમાકો કરવાનો ઓર્ડર મળે તેની રાહ જુએ છે. કુલ સાત અલગ અલગ ગાડીઓમાં 600 કિલો RDX ભરે છે અને શિવગઢથી મુંબઈ રવાના થાય છે. હવે મુંબઈ થઈ શિવગઢ જવું તે પણ એક જ કલાકમાં બહુ અઘરું છે. એટલે સૂર્યવંશીની મદદ કરવા આવે છે સંગ્રામ ભાલેરાઓ ઉર્ફ સિમ્બા. તે એક કાર પકડે છે પણ બાકીની છ નીકળી ગઈ હોય છે.
લોકેશન ખબર છે એટલે ATSની ટિમ હેલિકોપ્ટર દ્વારા તે ગાડીઓ ઉપાડી અને સમુદ્રમાં ફેંકી દે છે. અંતમાં તે 40 સ્લીપર સેલ્સ અને ઓમર હાફિઝ નો છોકરો રિયાઝ હાફિઝ ATSના હેડ ક્વાર્ટર પર આવે છેઅને ત્યાં તેના દરેક ઓફિસરને પકડી લે છે અને તેમની હેલ્પ કરવા આવે છે બાજીરાઓ સિંઘમ. અને તે દરેકને હરાવી દે છે. obviously સત્યની જીત અને અસત્યની હાર.

ઈન્ટરવલ પહેલા સ્ટોરી ઠીક ઠીક લાગે. ઇન્ટરવલ પહેલા તમને તે કંટાળો અપાવે છે. ઇન્ટરવલ બાદ કઈક સારું લાગે છે. વચ્ચે અમુક કોમેડી ઠીક છે. પણ આ વખતે રોહિત શેટ્ટી 165 કરોડનો પણ ખર્ચો કરીને સિંઘમ જેટલો સફળ ન રહ્યો. ફિલ્મના ગીત કર્ણપ્રિય લાગે છે. પહેલાની ફિલ્મ કરતા એક્શન સારી છે. અને આ એક્શનમાં રોહિત શેટ્ટીમાં સિગ્નેચર સીન્સ આવે જ છે. જી હાં, ગાડીઓ ઉડાડવી. પણ સિંઘમને જે રીતે રોહિત શેટ્ટીએ પ્રદર્શિત કર્યો છે તે રીતે તે સુરવંશીને પ્રદર્શીત કરવામા સફળ રહ્યો નથી. હા અને એક વાત જરૂર ઉમેરીશ કે આગલી ફિલ્મની હિન્ટ પણ અપી દીધી છે. કેમ કે " જંગ અભી જારી હૈ "
જો તમે એક્શન ફિલ્મના રસિયા છો, અને કઈક નવી એક્શન જોવી છે તો સૂર્યવંશી જોઈ લો. મારા તરફથી આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર.

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ