વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શુ નારીના હાથમાં ફક્ત શાકનો ચમચો જ શોભે??

શુ નારીના હાથમાં ફક્ત શાકનો ચમચો જ શોભે ?

કેટલાય સમયથી મને એવું લાગે છે કે સ્ત્રીઓમાં જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂર છે. મારે કંઈક એવું લખવું જોઈએ કે જેનાથી સ્ત્રીઓને માર્ગદર્શન મળી શકે. મારું એક જ ધ્યેય છે કે  ખુદાતઆલાએ મનેજે જિંદગી આપી છે, તેમાં હું સારા કામો કરી શકું અને સ્ત્રીઓના હક અપાવી, તેમનામાં સારા બદલાવ લાવી તેમને યોગ્ય પગભર થતાં જોઈ શકું.

જ્યારે હું સ્ત્રીને ક્યારેય પણ રસોડામાં રસોઈ બનાવતા, ચમચો અને વેલણથી શાક-રોટલી બનાવતા જોઉ છું, ત્યારે બે વિચારો મને સતત આવે છે :

નારી... જે રીતે પોતાની આગવી સમજ-સૂઝથી દરેક મસાલાનો ઉપયોગ કરી શાકને ચટપટું કે સ્વાદિષ્ટ બનાવી શકે છે, તો બીજી તરફ શું તે શિક્ષણ પાછળ થોડો સમય આપીને પોતાની છુપાયેલી કળાને બહાર કાઢીને પોતે સ્વનિર્ભર ન બની શકે ?

જ્યારે વેલણથી રોટલી બનાવતી વખતે રોટલીને અપાતો ગોળ આકાર... અને શેકતી વખતે ગરમ બાફનો ચમકારો આપીને રોટલીને જેમ શેકે અને ખુશીનો અનુભવ મેળવે, તો શુ તે શિક્ષાની પ્રાપ્તિને પોતાનું ઝનૂન બનાવીને એક કુંભારની દિશા પર નથી ચાલી શકતી ?

હવે તમને એમ થયું હશે કુંભાર ? હા, મને એક કુંભારનો અજીબ સંઘર્ષ બહુ ગમે છે. જેવી રીતે તે એક માટીને એક આકાર આપે છે અને તે જેટલા પ્રમાણમાં ઘાટ આપે છે તેટલા જ પ્રમાણમાં માટલું ઘડાય છે. શું કાલા છે કુંભારની !!! એક ચક્રની મદદથી ગેરુ અને કલારણ કરી એવો અનેરો ઘાટ આપે છે, જે આપણે બનાવવાની કોશિશ કરતા પણ તૂટી જાય છે, જે કુંભાર તેને આકાર આપવાનું કામ કરે છે. કહેવાય છે લે જે જેટલું ઘસાય છે, તે તેટલું ઉજળું બને છે.

એક સ્ત્રી ચાહે તો શું નથી કરી શકતી ! બસ તેનામાં તે કરવાની ધગશ હોવી જોઈએ, પોતાના માટે આત્મસન્માન હોવું જોઈએ અને હોવો જોઈએ પોતાના પાર આત્મવિશ્વાસ !!! જયારે એક દીકરી વધારે ભણવા ઇચ્છતી હોય ત્યારે ઘરના લોકો તેને ના પડી દેતા હોય છે. - ભણીને તારે શું કામ છે ? તારે ક્યાં જોબ કરવાની છે ? રસોડામાં રોટલા જ ઘડવાના છે ને !!! સાસરે જઈને તારા પતિને, તેના પરિવારને સાચવવાનો છે અને આવનારા બાળકની કેળવણી કરવાની છે. એના કરતા ભણવાનું મૂકી દે અને ખાઈ પીને જલસા કરજે.. સાસરીમાં કોઈ તને જોબ નહિ કરવા દે. - આવું સાંભળતા અને દીકરીના સ્વપ્નોની પાંખો કાપી દઈ તેને મુક્ત રીતે ઉડતા રોકી દેતા મેં ઘણા પરિવારોને જોયા છે અને હજુ પણ જોઈ રહી છું. અને બીજી બાજુ આવી જ પરિસ્થિતિ છોકરાના ઘરમાં જોવા મળે છે, જ્યાં એ પરિવાર એમ કહેતો હોય છે, ભણેલી છોકરી લાવીને શું કામ છે, તે ઘરને અને વરને પોતાના કાબૂમાં રાખશે. આવી નિમ્ન કક્ષાની માન્યતામાં આજે પણ આપનો સમાજ સમય પસાર કરી રહ્યો છે. આ એક કડવી પણ સત્ય હકીકત છે.

હું એમ નથી કહેતી કે બધા ઘર ખરાબ હશે, અથવા બધા પરિવારમાં શિક્ષણ નહિ હોય, પણ હું આજે આ એકવીસમી સદીમાં પણ જૂની પુરાણી માન્યતા ધરાવતા કાયદાઓના અમલ કરતા પરિવારોને જોઈ રહી છું.

તમે તમારી દીકરીને એટલી ભણાવો કે તે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરી શકે. મુશ્કેલ સમયમાં કાયર બનીને પીછેહઠ કરવાને બદલે મુશ્કેલીમાંથી કેમ ઝરણાના પાણીની જેમ સરી જાય તે એક સારું ભણતર શીખવાડે છે. જયારે કપરી પરિસ્થિતિ માથે મંડરાય અને પરિવાર આર્થિક નબળી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય ત્યારે એ જ દીકરી, એ જ ઘરની વહુ શિક્ષણના સહારે એક સહાયક બને છે. કદાચ એટલે જ શિક્ષણ જરૂરી છે. તમારી દીકરીઓને આત્મનિર્ભર બનાવવા, એને બધી એકટીવિટી, સ્પોર્ટ્સ, જૂડો, રમતગમત, સિલાઈ મહેંદી, ડોક્ટર, એન્જીનીયર અથવા તે પોતે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતી હોય તેને સહકાર આપો અને આગળ વધવામાં મદદરૂપ થાઓ.એક નમ્ર વિનંતી સમાજના તમામ માતાપિતાને છે : તમારી દીકરીને ઉડાન કેમ ભરવી અને ઉડાન ભરીને જમીન પર પણ ઉતરવું અને ઘરની વહુ જો શિક્ષણ ક્ષેત્રે કઈ કરવા માંગતી હોય તો એનો સાથ સહકાર આપતો પરિવાર શિક્ષણને પ્રગતિને માર્ગે લઇ જાય છે. જો આટલું જે જાણી જાય છે તે પોતાની અલગ ઓળખ ઉભી કરે છે.

એક સરસ પંક્તિ યાદ આવી છે, તેનું ઉચ્ચારણ કરું છું.

જરૂરી નહિ ચિરાગો સે ઘર રોશન હો,

મૈને શિક્ષા સે ભી ઘર રોશન હોતે દેખા હૈ.

જરૂરી નહિ બેટો સે ઘર કા ગુઝારા હો,

મૈને બેટી સે ઘર કો જન્નત બનતે દેખા હૈ.

જરૂરી નહિ જિંદગી કી જરૂરત બેટા હો,

મૈને બુઢાપે મેં બેટી કો સહારા બનતે દેખા હૈ.

કુછ અર્જિયા કુછ મર્જિયા યે જિંદગી હમારી,

રોશની સે ભરી જિંદગી કો હસીન બનાયે બહુ બેટી હમારી....

સના મેમણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ