વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારો બાળ


      



  પારણિયું ઝુલાવું હિરની દોરે,

                      અમૃતભર્યો હેત તુજને વરસાવે,


           સુરમધુર કેસરિયા પારણિયે ઝૂલે,

                       અમી ભરી આંખડી તુજને નીરખે,


             હાલરડાના ગુંજ મધુર સ્વરે લહેકે,

                       કિલકારી કરતાં મન માતાનું હરખે,


              નિંદર આવતા બાળ માતાને નીરખે,

                        ખોળામાં રાખતા મમતા માં ની છલકે,


              લાડકો મારો રસ્યો પારણીયામાં હસ્યો,

                         કાલી ઘેલી વાતમાં માતાને પજવ્યો,


               નિંદરમાં જાગીને કજીયા કરતો લાડકો,

                          માતાની આંખોનો છે સ્નેહનો તારો...




🖋 સેજલ હુંબલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ