વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમનું અમાપ સરનામું : તાળું ચાવી

  જીવનમાં આપણું પોતાનું કહી શકાય તેવાં કોઈ સંબંધની સરખામણી કરવી હોય તો તાળું અને ચાલીને ખપમાં લઈ શકાય.જ્યારે જ્યારે પ્રેમની વાત આવે ત્યારે ત્યારે આપણને તે યાદ આવે.તેનું ખરું કારણ છે કે તે કદી પોતાનો ગુણધર્મ નથી છોડતું. તાળાને તોડવા માટે અથાક પરિશ્રમ કરવો પડે છે.પરંતુ એક નાની એક ચાવી તેને સહેલાઈથી ખોલી આપે છે. કોઈપણ પરિસ્થિતિ lમાં હંમેશા તે તાળાનો સાથ આપે છે. તાળા માટે ચાવી કિંમતી છે અને ચાવી માટે તાળું. બંનેનું અસ્તિત્વ અને મહત્વ એકબીજા પર રહેલું છે.સંસારમાં પણ આવું જ છે. સુંદર પ્રેમનું પ્રતિક છે આ તાળું ચાવી.જો ઈશ્ર્વર સાથે આવી જ રીત મનુષ્યની બંધાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. ઇશ્વરે આપેલ જીવનનો ખરો ભેદ સમજાઈ જાય,ને સાચી ચાવીરૂપી દિશા મળી જાય તો આ જગતમાં આવ્યાનો ફેરો સાર્થક થઈ જાય. તાળું ખોલવા માટે ચાવી અનિવાર્ય છે,તેવી જ રીતે ચાવીની કિંમત ત્યાં સુધી છે,જ્યાં સુધી તાળાનું અસ્તિત્વ છે.આમ જીવનમાં જ્યાં સમર્પણ ભાવ છે, ત્યાં પ્રેમ છે.ને જ્યાં પ્રમ છે ત્યાં જીવન આનંદ છે. યોગ્ય ચાવી દ્વારા જ જે તે તાળું ખૂલે છે, તેમ યોગ્ય  ઇશ્વરીય બોધ થી જ મનુષ્ય જીવનનો ખરો  અર્થબોધ થાય છે.રહસ્યમય જીવનનું તાળું જો ઇશ્વર રૂપી સાચી ચાવીથી ખૂલી જાય,તો બેડો પાર થઈ જાય. દાંપત્ય જીવનમાં પણ સ્ત્રી પુરુષ ની ભૂમિકા તાળા ચાવી જેટલી જ મહત્વ ની છે.પતિ પત્નિ વચ્ચેના સંબંધોને આપણે તેની સાથે સરખાવી શકીયે. કોઈ એકથી ચાલે નઈ.બંનેની જરૂર છે પૂર્ણ દાંપત્ય જીવન માં યોગ્ય રીતે જીવનનાં સુખ દુઃખમાં જેમ તાળું અને ચાવી હંમેશા એકબીજાની સાથે જ હોય,તેમ પતિ પત્નીની આવી નિઃસ્વાર્થ પ્રેમભાવના એકબીજાના જીવનને રંગીન અને સુખાકારી બનાવી શકે છે.

             આમ, પ્રેમનાં પ્રતિક સમાન આ તાળું અને ચાવી આપણને ખૂબ શીખવી જાય છે. પ્રમેનો ખરો અર્થ, એકબીજા પર વિશ્વાસ અને આજીવન સાથે રહેવું તેવા ગુણને પ્રત્યક્ષ કરતું આ તાળું ચાવી માનવ સમાજ માટે ખૂબ ઉપયોગી ઉદાહરણ બની રહે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ