વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બહેન

ઉછળતા હૈયે કિલ્લોલથી ગુંજતી,

હંમેશા હસ્તીરમતી વ્હાલી બેનડી...


આંબા ડાળે કોયલને મોરલા બોલે,

હીંચકો આભને ટિબે જૂલે બેનડી...


ટમટમ તારલા ની જેમ ચમકતી રહે,

વિપદા પડે અડીખમ લડતી બેનડી....


દાદાની લાડકી માતાનો પડછાયો,

પરિવારને ખુશીઓથી ભરતી બેનડી...


સુખ દુઃખની સંગાથી મિત્ર જેમ વર્તતી,

ઢાલ બની એકબીજા નો સાથે રહીશું બેનડી...


વિદાયની ઘડીએ છુટા પડીશું ભાગ્યે,

પૂરો થશે પિયરનો મુકામ વહાલી બેનડી...


કિસ્મતની બાજીમાં ભલે હારી જઈશું,

લોહીના સબંધો  બંધાયેલી જોડી ન વિખરે...બેનડી..

      વહાલી બેનડી ભાવિકા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ