વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુસ્તક મારું પરબ

પુસ્તક મારું પરબ ને પુસ્તક મારું ભોજન,

ખાધાનો ઓડકાર ને આવે ઊંઘ લોચન...

 

જયારે પડતી વિપદા ત્યારે યાદ કરું,

ખૂણે પડેલ એ તો આપે ઉકેલની સોડમ...

 

વાર્તા માંડુ હું, ચોપડીનાં આધાર પર,

બાળકોને ગમતી, એ તો કરતાં મનન...

 

ચોપડી લાગતી એમને, વ્હાલી વ્હાલી,

પુસ્તક પાંખે, ઉડતા વાર્તા દેશાટન...

 

લાખ ભુલાવું કામ પણ ચોપડી નહી જ,

દુનિયાનાં સંશોધનો છે પુસ્તક કારણ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ