વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્માનું અનુકૂલન

સતત વહેતી સમયની ધારામાં, 

નવીમાં જૂની પળ ભૂંસાઈ જાય છે.

તારીખો બદલતા કેલેન્ડરમાં પછી, 

દરરોજ પાનાં ફેરવાઈ  જાય છે.


સ્મૃતિના મહાકાય વિશ્વજગતમાં, 

રોજ નવી યાદો છપાઈ જાય છે.

બદલાતાં માણસની સાથે સાથે, 

કેવું સઘળું બદલાઈ જાય છે! 


સંજોગોના કહેવાતા અંકગણિતમાં,

પળવારમાં મૂલ્યાંકન અંકાઈ જાય છે.

સ્વાર્થ ને કપટનું સીમાંકન કરવામાં, 

માણસાઈની હદ સમજાઈ જાય છે. 


મારામાં વસતા મહેચ્છાઓનાં ગર્ભમાં, 

વાસ્તવિકતાનાં બીજ સમાઈ જાય છે.

પછી રોજરોજ થતા એ ગર્ભપાત સાથે, 

આત્માનું અનુકૂલન સધાઈ જાય છે.


-હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ