વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રયાસ

પ્રભુ,

એક પણ ડગલું આગળ ભરાય નહીં  વિણ તારાં

તોય છાપે રાખું હું દસ્તાવેજો નામના મારાં

શબ્દ એક પણ બોલાય નહીં તારી મરજી વિના

તોય ગાયા કરું હું ગુણગાન હરઘડી મારાં

મન બુદ્ધિ ને અંહકાર નો જામ્યો છે જબરો સુમેળ

એનાં તાપ માંથી હવે બહાર નીકળવું કેમ?

હરિભજનને હૈયે ધરી  હવે  પાર ઉતરવું હેમખેમ...

...                      ...."તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ