વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગાગરમાં સાગર..!

હાઈકુ મણકા-૮


🌺🦋🌺🦋🌺🦋🌺

(૧)


જોઈ પતંગા,

ઈચ્છા ઘોરાણી, હૈયે;

ઉડયું આકાશ..!


(૨)


હેતહેતમાં,

નામ કોતર્યું, હૈયે;

પીડાયો પ્રેમ..!


(૩)


ગગન ધરા,

રંગે એકમેકને,

ઈન્દ્રધનુષી..!


(૪)


ઢળતી સાંજે,

સુર્ય ક્ષિતિજે, ડુબ્યો;

ગૌધુલી સંગ..!


(૫)


ભોળુડાં પંખી,

વિહગલોક બન્યો,

ગામ વડલો..!


(૬)


ભોળા માનવ,

સુખદુઃખમાં એક,

ગ્રામ્ય સંસ્કૃતિ..!


(૭)


છેદાઈ ખુદ,

ઘડાયો મુર્તિરૂપ,

પુજ્યો આરસ..!


(૮)


ફુટ્યાં કુંપળ,

વાયરો વસંતનો,

લીલુડી ધરા..!


(૯)


સમય સંગ,

પધારી પાનખર,

પાંદડા પીળાં..!


(૧૦)


ગાઢ નીંદરે,

પ્રેમઘેલી પ્રેયસી,

સોણાં સપનાં..!


(૧૧)


પાંપણ કુંજે,

રસઘેલો આશિક,

ફરી બીડાયો..!


(૧૨)


કમળ કુંજે,

રસઘેલો ભમરો,

મૃત્યુ શૈયામાં..!


(૧૩)


ઊગી પરોઢ,

વસુંધરા મહોરી,

નિલ ગગને..!


(૧૪)


પશ્ચિમે હાર્યો,

પોઢયો ગુમનામ,

ઉઠ્યો પ્રભાતે..!


(૧૫)


અતૃપ્ત હોઠ,

ડુબ્યાં મૃગજળમાં,

નવ નવેલાં..!


(૧૬)


કળીને કોડ,

સુગંધી અત્તરનાં,

નિરે ભૂંજાઈ..!


(૧૭)


હૈયું ભીંજાયું,

ઝરમર ઝાપટે,

થૈ સુનું મુનું..!


(૧૮)


વાંસળી વાગી,

રાધાનાં કિર્તનોમાં,

કૃષ્ણ દર્શન..!


(૧૯)


વાંસળી સુરે,

વાલમ પધારીયા,

થૈ સરગમ..!


(૨૦)


રમતો માંડી,

સંગીત સરગમ,

થૈ તાનસેન..!


(૨૧)


શબ્દોનાં સંગે,

કલમથી રંગાયું,

શોણલું કાવ્ય..!


(૨૨)


વિયોગી આંખ,

ભાસતો પગરવ,

વિના કારણ..!


(૨૩)


બંધ આંખોમાં,

મૌન થનગનતું,

વેરણ રાત..!


(૨૪)


આંખ મુંજાણી,

નીચે ઝૂકી, પાંપણ;

વેંઢારું કેમ?


(૨૫)


ભર ઉનાળે,

જળ સંગ, વગડો;

કરે વિલાપ..!


એકાંતની કલમે..📝


🌺🦋🌺🦋🌺🦋🌺


જયંતિલાલ વાઘેલા (એકાંત)


હાઈકુ (૫,૭,૫)


સત્તર અક્ષરોની ટૂંકી કવિતાઓ સમાન આ હાઈકુઓ અર્થ વૈભવમાં ક્યાંય પાછા પડતાં નથી.દરેક હાઈકુ એક અલગ અર્થ ધરાવે છે.અલગ જ શબ્દચિત્ર રચી આપે છે.આમ હાઈકુઓ "ગાગરમાં સાગર" સમાન છે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ