વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચિત્કાર

           એના લોહીથી ખરડાયેલા દેહમાં જાણે અસંખ્ય કાંટાઓ ભોંકાઈ રહ્યા હતા. ધીમા અને સતત લાગતા થડકારા, અને મોંઢા ઉપર સતત ફેંકાય રહેલો ગરમ ઉચ્છવાસ એના મનને અસહ્ય પીડાઓથી ભરી રહ્યું હતું. આંખોના ખૂણાઓમાં સુકાયેલા આંસુઓના લીસોટામાં વેદનાના વમળ વંચાય રહ્યા હતા. એ ચિત્કારી ઉઠવા મથતી હતી." બસ! બહુ થયું." પરંતુ ગુંગળાતો એ અવાજ  ગળા સુધી આવીને ફરી અંદર વિલીન થઈ જતો. બંને હાથેથી પકડીને રાખેલ કોઈ મજબૂત વસ્તું લપસીને હથેળીમાંથી બહાર ખેંચાઈ રહી હતી. એના આખા શરીરમાં દાહ બળતી હતી. સામે દેખાઈ રહેલાં ચહેરાઓનાં ધૂંધળા દ્રશ્યને ઓળખવા એ મથતી હતી છતાંય એની આંખો પોતાના પોપોચાઓને ભારે કરીને બેસી ગઈ..સામે ધૂંધળું! અતિશય ધૂંધળા દેખાય રહેલા અલગ અલગ આકૃતિઓના ચહેરાઓ દેખાઈ રહ્યા હતા..


" ગ્રીષ્મ!" એનાં હોઠ સહેજ ફફડ્યા. પરંતુ શ્વાસોશ્વાસના તીવ્ર ઘોંઘાટમાં  એ અવાજ  ઓગળી ગયો.  એણે આંખો ખોલીને જોવા પ્રયત્ન કર્યો. ઉપર વાદળ વગરનું ખુલ્લું ચોખ્ખું આકાશ ધીમે ધીમે સૂર્યના સોનેરી કિરણોમાં રંગાઈ રહ્યું હતું. પક્ષીઓના અવાજ સાથે પરોઢની પધરામણી થવા જઈ રહી હતી. ને એના મોઢામાંથી "હાશ!" શબ્દો સરી પડ્યા. એના આખા શરીરમાં સખત પીડાઓ ઉદભવી રહી હતી.પરસેવા, અને ધૂળથી ખરડાયેલા એના ઉઘાડા દેહને ઢાંકવા માટે એણે પોતાની આસપાસ હાથે ફેરવી  ફંફોસી જોયું. કોઈ કપડું હાથમાં આવ્યું. એણે અડધી બિડાયેલી આંખોએ કપડાંને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો..પોતાનો ફાટેલો કુર્તો! . એણે એ કપડાથી પોતાનું શરીર ઢાંક્યું. ત્યાં ગાડીનો ઘરઘરાટ એના કાને પડ્યો. કોઈ તેજીથી ગાડી હંકારીને ગયું હોય એવું એને અનુભવ્યું.


નિર્જન જંગલ જેવા દેખાતા આ પ્રદેશમાં પોતે ક્યારે પહોંચી. થોડી જ ક્ષણોમાં શું બની ગયું. પાછળ પકડી રાખેલી મજબૂત વસ્તુના સહારે એ બેસી ગઈ. લોહીના ખાબોચિયામાં પડેલા પોતાના શરીરને એણે પોતાનામાં સંકોળી લીધું. ફાટેલાં, સાવ ચિથરું થઈ ગયેલા કપડાં એણે ધ્રુજતાં હાથે પહેર્યા. ઉપર ઝાડની ડાળીમાં ફરફરતી એની ચૂંદડીના કટકાઓ લેવા એ ઊભી થઈ.


   લંગડાતી, દર્દથી કણસતી એ ચાલવા માટે પગ ઉપડતાં જ નિર્જીવ દેહની માફક એ જમીન પર ફસડાઈ પડી. એની ચકળવકળ ફરતી આંખોથી ચારે બાજુ નજર ફેરવીને જોવા મથી. જંગલ હતું!


" આ જંગલમાં પોતે ક્યારે આવી." એ યાદ કરવા મથી. પોતે તો ગ્રીષ્મ સાથે હતી. ગ્રીષ્મ એનો થનારો પતિ!. કોફિશોપમાં બંને આવ્યા હતા. ગ્રે કલરના પંજાબી સૂટ સાથે  રેડ બાંધણીની ચૂંદડી, ખભા સુધી પહોંચતા તાજા કરાવેલા સ્ટ્રેટ વાળમાં રૂચિ અતિશય મનમોહક લાગી રહી હતી. નાજુક નમણી, રૂચિ ગ્રીષ્મ સાથે બેસીને કોફીની મજા માણી રહી હતી. ગ્રીષ્મની સાથે એના ત્રણ મિત્રો પણ હતા. જે રુચિને જોઈ બીજા ટેબલ પર ચાલ્યા ગયા. ટોલ ડાર્ક ,હેન્ડસમ દેખાતો ધનાઢ્ય પરિવારમાંથી આવતો ગ્રીષ્મ રુચિને ફાર્મ હાઉસ જવા મનાવી રહ્યો હતો. પરંતુ રૂચિ વારંવાર મમ્મી પપ્પાના સંસ્કારોના વિચાર કરતાં ફાર્મહાઉસ જવા માટે મનાઈ કરી રહી હતી.


ગ્રીષ્મ રૂચીની વાત માનીને કોફી શોપમાં આવેલો. સાથે તેના મિત્રોને પણ લાવ્યો હતો. આડા અવળી વાતો કરતા ગ્રીષ્મ અને રૂચિ કોફી પીવા લાગ્યા.



   રૂચિ વિચાર તંદ્રામાંથી બહાર આવતા બરાડી પડી." ગ્રીષ્મ!" એના મગજના તાર ધણધણી ઊઠયાં. એના મોઢામાંથી નીકળેલી ચીસ ગાઢ જંગલમાં સમાય ગઈ.



દિવ્યા જાદવ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ