વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જરી

🌷 જરી 🌷

સાગરને મળવા ઝંખતી નદી

એની તલપમાં ભળી એની સાથે

            થોડું વહી જુઓ તો જરી...

અવિરત પણે અંઘારા ઓગાળતો સૂરજ

એના તેજ કિરણો સંગ ભળી

          થોડું ઝગમગી જુઓ તો જરી...

વિધવિધ રંગો લઇ ખીલતાં આ સુંદર પુષ્પો

        એની મીઠી  સુગંધ માં ભળી

               થોડું મહેંકી જુઓ તો જરી..

મધુરકંઠે ને મુકત મને ગાતાં આ પંખીઓ

     એના મધુરાં  ગીત સંગ

     હળવેથી ટહુકી જુઓ તો જરી...

રૂતુએ મિલાપ ને રૂતુએ વિખુટા પણાંનો વિલાપ

     આવૃક્ષની પાનખરની  પીડા

       સુકી ડાળીઓ  સંગ  અનુભવી જુઓ જરી..

ભીતરને બહાર પંચતત્વો મહી

રમી રહ્યોને ભમી રહ્યો મારો હરિ

નીજમાં નઝર કરી એને નિહાળો તો જરી...

સારીય સૃષ્ટિ ને વિધવિધ રંગે રંગનારા

એવા મારાં હરિના રંગે

                   રંગાઈ જુઓ તો જરી...

                    

                           ...."તુ"

         

        


.

             







.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ