વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તો એ તું છે

કંઇક જિંદગીમાં જો ખૂટે, તો એ તું છે, 

જેના વગર ભીતરમાં કંઈક તૂટે, તો એ તું છે.


મળી જાય છે લોકો હજાર રસ્તામાં, 

નથી મળ્યું જે પામવું હતું તે, તો એ તું છે.


અજીબ ઉલ્ઝાનોમાં રાત વીતે છે, 

આંખોમાં આસું બની વછૂટે, તો એ તું છે. 


કામમાં પરોવી ખુદને મનાવું છું,

તોય જેની યાદ મને લૂંટે, તો એ તું છે.


હસતાં ચહેરાની ખુશી જાણી સૌએ,

એકલતા મનમાં જે ઘૂટે, તો એ તું છે. 


છોડી જવાની આદત ન છૂટી તારાથી,

છેલ્લો શ્વાસ જેનાથી ન રૂઠે, તો એ તું છે.


- Rutvik Kuhad 'RK'


*******************************


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ