વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કુદરતની કળા

વગર રૂપિયે વીજળી આપે ને આપે વળી શોકપ્રૂફ,

રજા ના આવે એને, કારણ એ તો કુદરત છે...


જમીન આપી અઢળક ને દસ્તાવેજ નહી એમનાં,

અંતે તો એની જ છે, કારણ એ તો કુદરત છે...


પાણીનો નહી પાર ધરા પર ને માથે આપે મેઘો,

પાણીદાર તો એ જ છે, કારણ એ તો કુદરત છે...


પવન વાતો જેમ જરૂર હોય આપણે તેટલો જ,

વગર ઇંધણની ગાડી, કારણ એ તો કુદરત છે...


પવન, પાણી ને વાયુ આપી જાણે મફતમાં એ,

તોલે કોઈ ના આવે એની, કારણ એ તો કુદરત છે...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ