વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્નેહનાં સંભારણાં

 

સૂનો મૂકી આ બાગ છોડી ચાલ્યાં ક્યાં તમે?
ખોળો ખૂંદી રમતાં હતાં તારા ખીલેલા બાગમાં.

શોધી શોધી ફરી વળ્યાં ચારે તરફ આ બાગમાં,
મળતું નથી સરનામું તારું શોધ ક્યાં કરવી હવે?

વહાલનાં આંસુ ઝરે છે હૂંફાળી તારી યાદમાં,
મમતાળો તારો હાથ ફરતો અમ શિરે વ્હાલપ તણો!

ભીનાં થકી કોરાં કરી સુવડાવી દેતી ખરે!
ઝારી ભરીને દૂધની છણકો કરી પીવડાવતી.

નિર્દોષ તારા પ્રેમથી અમ સદા ખીલતાં રહ્યાં,
તારા ખીલાવેલા બાગમાં અમ સદા ઝૂલતાં રહ્યાં.

ધૂળમાં આળોટતાં ને પડતાં- આથડતાં જ્યારે અમે,
સ્નેહની પકડી આંગળી નવડાવતી ત્યારે ખરે!

શૌર્યના પાઠો ભણાવી ગીતડાં મીઠાં ગવડાવતી,
સંસ્કારો ભરી દેશ દાઝના એ અમને ઠમઠોરતી.

દૂધ પૌઆ ખવડાવતી ને વહાલ એમાં ઉમેરતી,
માસૂમ અમારી આંગળીઓથી એ ખાવા શીખવાડતી.

ઋણ ચૂકવી શકીએ કદી ના માત્ર યાદ કરવી રહી,
અનેક છે ઉપકારો એના એ વાત ધરવી દિલમાં સહી!

જનની સરીખી જોડ જગમાં ન જડશે ક્યહીં,
ભલે હજારો પડછાયા બનીને રૂપ ધરી આવશે અહીં!

- તા. ૧૬/૦૬/૨૦૨૧

- પરથીભાઈ ચૌધરી,"રાજ"

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ