વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ છે


હું આટલું કરી શકું તો પણ બસ છે

એક માળનું ઘર બને તો પણ બસ છે...


જમીન,જાગીર,ધન, દૌલત બધું તમારું,

મને તો થોડી શાંતિ મળે તો પણ બસ છે...


અર્થ નથી કોઈ દેખાડાની પૂજા પાઠનો

મુખમાંથી એકવાર રામ નીકળે તો પણ બસ છે...


હાજર નામ તારા રૂપ રંગ તારા અલગ છે,

મારી એક અરજી સુને તું તો પણ બસ છે...


કોઇની સામે હું નમું એ કદી શક્ય નથી

એક મારું ગામ અને મારું નામ જ બસ છે...


દુનિયાની જાક જમાળમાં આપણને ક્યાં રસ છે

મહેનતનું બે ટંક જમવાનું મળે તો પણ બસ છે...


મને તારામાં અને તને મારામાં રસ છે તો બસ છે

વચ્ચેનો અણગમો મિટાવી દિયે તો પણ બસ છે...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ