વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાન


પ્રેમમાં હારી ગયો એવુું  ના સમજ,

લાગણી મારી ઘણી દુભાવ્યા પછી.


પુષ્પ સાથે કંટકો પણ વાગ્યા હશે,

બાગમાં એને સજાવી, ચૂંટ્યા પછી.


નામ એનો નાશ છે,સમજાઈ ગયું,

એક આખી વાત ને ભુલાવ્યા પછી.


રોજ  રાત્રે  આવશે  મળવા સ્વપ્નમાં,

રાતભર જ્યાં યાદ મારી આવ્યા પછી.


આખરે તો યાદ એને આવ્યા અમે,

પ્રેમમાં  પાગલ  બનીને, રોયાં પછી.


વેદના  કંપી  રહી.  ઊંચા  ઝાડની,

ડાળ પરનું પાન ખરતું જોયા પછી.


ચવેલીયા સંદિપ પી

સૂર્યદીપ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ