વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલની દાસ્તાન

લખવું ન હોય પણ છતાં લખાય જાય છે,

દિલ ની વાત કાગળ પર કહેવાય જાય છે.


મારે તો મૂકવી જ હતી મારી લાગણી પણ,

હોય તારા માટે અને સમજી કોઈ જાય છે.


તારી યાદો હું મૂકી પણ દઉં કાગળમાં પણ,

લખાતું તો કંઈ નથી ને શાહી ખૂટી જાય છે.


પ્રેમ ની દાસ્તાન લખવી નથી હોતી આસાન,

શબ્દો તો મળે છે અહી કલમ તૂટી જાય છે.


શા માટે લોકો રમત રમતા હશે દિલ સાથે ?

​​દિલ તો તૂટે છે સાથે વિશ્વાસ તૂટી જાય છે.​​


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ