વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તમે અને તમારું આરોગ્ય

નમસ્કાર!

હું હરિ મોદી આપની સમક્ષ આજે ઢીંચણના ઘસારા, ઓબેસિટી, ડાયાબીટીસ  અને દવા વગર શરીરને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય તે વિષે થોડી ઉપયોગી જાણકારી તમારી સાથે શેર કરવા ઉપસ્થિત થયો છું. ચાલો વધારે વાત ના કરતાં હું મુખ્ય મુખ્ય વાતો જણાવી દઉં.

સૌ પ્રથમ આપણી ઊંચાઈ પ્રમાણે વજન હોવું અનિવાર્ય છે. પુરુષોમાં જો ઊંચાઈ ૫ ફૂટ હોય તો વજન ૫૫ કિલો અને સ્ત્રીઓમાં જો ઊંચાઈ ૫ ફૂટ હોય તો વજન ૫૦ કિલો એ આદર્શ વજન છે. ૫ ફૂટથી જેટલા સેન્ટી મીટર ઊંચાઈ ઓછી કે વધારે હોય એટલા કિલો વજન પ્લસ માઈનસ થાય છે. કોઈ પુરુષની ઊંચાઈ ૫’૧ ફૂટ છે તો તેનું વજન ૫૬ કિલો હોવું જોઈએ. એજ રીતે કોઈ સ્ત્રીની ઊંચાઈ ૪’૮ ફૂટ છે તો એનું વજન ૪૮ કિલો હોવું જોઈએ.

આદર્શ વજનની ઉપરનું ૧ કિલો વજન ઢીંચણની ગાદી ઉપર ૧૦ કિલો પ્રેશર આપે છે જેનાથી ગાદી જલ્દી ઘસાઈ જાય છે અને ઢીંચણ ની સમસ્યા આવે છે.

ઢીંચણના ઘસારાથી બચવા માટે બને ત્યાં સુધી સીડી ચડ ઉતર કરવાનું અને ચાલવાનું બને ત્યાં સુધી ઓછું કરવું જોઈએ અથવા ટાળવું જોઈએ. મોર્નિંગ વોક અથવા ઇવનિંગ વોક લેવાનું ટાળવું જોઈએ. ડોકટરો સલાહ આપે છે કે રોજનું પાંચથી સાત કિલોમીટર ચાલવું જોઈએ. પણ શું એમને ખબર છે કે એનાથી જેમનું વજન વધારે છે એ લોકોના ઢીંચણની શું હાલત થાય છે? અને એમાં પણ જે લોકો ડાયાબીટીક છે અને એ ખુલ્લા પગે ચાલે છે એ ખૂબ ઘાતક છે. જો ચાલતાં ચાલતાં પગમાં કાંકરો કે કોઈ અણીદાર વસ્તુ વાગી અને ઘા થઇ ગયો તો એ જલદી રૂઝાશે નહીં અને ક્યારેક પગ કપાવવાનો વારો આવશે.. ડાયાબિટીક લોકોએ હમેશાં ઘરમાં સોફ્ટ સ્લીપર પહેરી રાખવાં જોઈએ જેનાથી ડાયાબિટીક ફૂટનું જોખમ ના રહે. મંદિરમાં જાય ત્યારે મોજા પહેરી રાખવા અને કાંકરા ઉપર ક્યારેય ચાલવું નહીં. માત્ર એક કાંકરો પગમાં વાગવાથી પગ કપાવવાનો વારો આવી શકે છે. એને મેડીકલ ટર્મમાં ડાયાબીટીક ફૂટ કહેવાય છે. પછી એમની જિંદગી સરેરાશ પાંચ વર્ષની હોય છે

રોજનું પાંચ સાત કિલોમીટર ચાલવું એટલે ઢીંચણ ઉપર શરીરનું એકપણ ગ્રામ વજન ના આવે એવી રીતે ચાલવું મતલબ ઢીંચણને ચલાવવા. એવી કસરતો કરવી કે જેનાથી ઢીંચણને મૂવમેન્ટ મળે અને શરીરનું એકપણ ગ્રામ વજન ઢીંચણ ઉપર ના આવે. જો એમ ના કરવામાં આવે તો આપણા શરીરનું સમગ્ર વજન ઢીંચણ ઉપર આવે છે અને જેનાથી ઢીંચણની ગાદી ઉપર વજન પડે છે જેથી ગાદી ઘસાય છે.

માની લો કે તમે મોર્નિંગ વોક કરવા જાઓ છો તો મોર્નિંગ વોક કર્યા પછી પછી નારિયેળનું પાણી પીવું એ અમૃત સમાન છે. નારિયેળનું પાણી પ્રાકૃતિક ખનીજ ક્ષારોથી પોષણયુક્ત ડ્રીંક છે. એમાં ઇલેક્ટ્રોલાયસીસ, ક્લોરાઈડસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એમાં સીમિત માત્રામાં સુગર, સોડીયમ અને પ્રોટીન હોય છે. આ પાણી ટોક્સીન દૂર કરે છે. નારિયેળનું પાણી પીવાથી ઈમ્યુન સીસ્ટમ વધે છે.

બીજા નંબરે તાજાં ફ્રૂટ જ્યુસ આવે છે જે પીવાં જોઈએ. ક્યારે પણ પેક્ડ સીલબંધ ટેટ્રા પેક વાળાં ફ્રૂટ જ્યુસ પીવાં જોઈએ નહીં. એમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે એટલે એ કેલેરી બાળવાની જગ્યાએ કેલેરી વધારે છે. ખાટા ફળોનું સેવન સ્કીનનો ગ્લો વધારે છે અને ત્વચા સંબંધી રોગોમાં રાહત આપે છે.

જે લોકો જીમમાં જાય છે એ લોકોએ બને ત્યાં સુધી ટ્રેડ મિલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ટ્રેડ મિલનો ઉપયોગ કરવાથી ઢીંચણ જલ્દીથી ખરાબ થાય છે. ટ્રેડ મિલ એ આધુનિક યુગની સૌથી ખરાબમાં ખરાબ શોધ છે.  

જે મહિલાઓ રસોડામાં ઉભી રહીને રસોઈ કરે છે એમના ઢીંચણ ૩૫ થી ૪૦ વર્ષે ઘસાય છે અને ઢીંચણના દુ:ખાવાની ફરિયાદ શરૂ કરી દે છે. એમણે પ્લેટફોર્મ સાઈઝના  ટેબલ અથવા બીયર ચેર ઉપર બેસીને રસોઈ કરવી જોઈએ. જો એમ કરવામાં આવે તો માત્ર ચાર દિવસમાં દુખાવો ઓછો થઇ જાય છે અથવા દૂર થઇ જાય છે.

મહિલાઓમાં મોનોપોઝ શરુ થવાનું હોય એના બે વર્ષ પહેલાથી ઢીંચણના દુ:ખાવાની ફરિયાદ શરૂ થઇ જાય છે. જે લોકો ઓપરેશન કરીને ગર્ભાશય કઢાવી નાખે છે એ લોકોમાં ઓપરેશન કરાવ્યા પછી બે વર્ષમાં ઢીંચણના ઘસારાની ફરિયાદ શરુ થઇ જાય છે.

આજકાલ હાઈ હિલ અને પોઇન્ટર શૂઝની ફેશન ચાલે છે.

યુવતીઓમાં હાઈ હિલ અને પીન પોઈન્ટ સેન્ડલ જે આગળથી સાંકડા હોય છે અને એમાં પાંચેય આંગળીઓ ટાઈટ થઇને જકડાઈ જાય છે અને એક થી દોઢ આંગળી જેટલી ઉંચી હિલ હોય છે તેવા સેન્ડલની ફેશન ઢીંચણ અને કમર દર્દને વધારનારી છે. હાઈ હિલ પહેરવાથી એડી ઉંચી રહે છે જેનાથી એડીની ઉપરનું હાડકું અને મસલ્સ ટૂંકા થઈ જાય છે.એને ઓર્થોપેડીકલ ભાષામાં ટેન્ડો એચાઈલીસ કહેવાય છે. 

પોઈન્ટર શૂઝથી પગની આંગળીઓ ભેગી થઈ જાય છે જેનાથી અંગૂઠો બીજી આંગળીઓ ઉપર ચઢી જાય છે. અંગૂઠો આંગળીઓ તરફ ત્રાંસો થઇ જાય છે અને  અંગૂઠાની નીચે હાડકું બહાર નીકળે છે. જેને વેરસ વેલ્ગસ કહેવાય છે. એ પણ ઢીંચણના દુ:ખાવાનું કારણ બને છે.

આપણે ગાડી વ્યવસ્થિત ના ચાલે તો ગાડીનું એલાઈનમેંટ અને બેલેન્સીગ કરાવીએ છીએ પણ ક્યારેય આપણે આપણા શરીરના એલાઈનમેંટ અને બેલેન્સીંગ વિષે વિચારીએ છીએ ખરા? કદાચ ક્યારેય નહીં. આપને જાત જાતની ફેશન કરવામાંથી ઊંચા નથી આવતા તો આના વિષે વિચારવાનો આપણને ટાઈમ ક્યાંથી મળે? જેમ ગાડી વ્યવસ્થિત ચલાવવા ટાયરનું એલાઈનમેંટ અને બેલેન્સીગ જરૂરી છે તેમ આપણા શરીરને ચલાવવા આપણા પગનું એલાઈનમેંટ અને બેલેન્સીંગ જરૂરી છે. ઢીંચણના દુખાવાનો સીધો સંબંધ પગના ત્રાંસા અંગૂઠા અને એડીની ઉપર ઘૂંટીની ઉપરના હાડકાના ટાઈટ મસલ્સ જે ટેન્ડો એચાઈલીસ કહેવાય છે તે ટાઈટ થઈ જાય છે તેની સાથે છે.પગના અંગૂઠા એક બીજાથી વિપરીત દિશામાં જવા લાગે છે. આ ત્રાંસા અંગૂઠા હેલક્સ વેલ્ગસ કહેવાય છે. જે સીધા કર્યા સિવાય ઢીંચણના દુઃખાવાનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી અને જો ઈલાજ કરાવો તો લાંબા સમય સુધી રાહત મળતી નથી.  

જાતે ઢીંચણની કેવી રીતે સંભાળ રાખવી એના માટે યોગ્ય ખાનપાન, કસરતો અને જીવનશૈલીમાં ફેરફાર એજ સાચો રસ્તો છે.

ઓબેસિટી:

આજ કાલ જંક ફૂડનું ચલન ખૂબ વધ્યું છે. પાઉં અને બ્રેડ ખૂબ ખવાય છે. જે લોકો રેગ્યુલર બ્રેડ અને પાઉંનું સેવન કરે છે તેમનામાં ઓબેસિટીનું પ્રમાણ વધારે છે. એક બ્રેડ કે પાઉંમાં છ ચમચી સુગર અને ઘઉંની રોટલીમાં બે ચમચી સુગર હોય છે. જે ખાતાંની સાથે જ લોહીમાં ભળી જાય છે. અત્યારના જે ઘઉં આવે છે તે હાઈબ્રીડ કે બીટી ઘઉં છે જેને મેડીકલ ટર્મીનોલોજીમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહેવાય છે. પહેલાંના સમયમાં દેસી ઘઉંનો પાક થતો હતો જે ખાવાથી બે કલાક પછી લોહીમાં સુગર ભળતી હતી જેથી ડાયાબિટીસ કે અન્ય રોગો થવાની શક્યતા ઓછી રહેતી હતી.

ઘઉંની અંદર એમલોપેક્ટીન એ (Amlopactin A) નામનું તત્ત્વ રહેલું છે જે બ્લડમાં સુગર લેવલને તરત વધારી દે છે. હાઈ બ્લડ સુગર લેવલ વધારે પ્રમાણમાં ઇન્સ્યુલીન પેદા કરે છે જેથી શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થાય છે.

શું તમને ખબર છે? એક ૩૦૦ મિલીની સોફ્ટ ડ્રીંકની બોટલ પીવાથી ૧૬ ચમચી સુગર બ્લડમાં ભળે છે. શું નોર્મલી તમે ૧૬ ચમચી ખાંડ એક સાથે ખાઓ છો ખરા? અમેરિકન હાર્ટ એસોસીએશનના સર્વે અનુસાર વિશ્વમાં દર વર્ષે એક લાખ એંસી હજાર મોત સોફ્ટ ડ્રીંક પીવાના કારણે થાય છે.

ઘણી વાર મનમાં સવાલ થાય છે કે ગરીબ લોકોને ફાંદ કેમ નથી હોતી? તો એનો જવાબ છે... હા, ગરીબ લોકોને પણ ફાંદ હોય છે?

આફ્રિકામાં સુદાન, સોમાલિયા, નાઈજીરિયા જેવા દેશોમાં નર્યો ભૂખમરો છે. ત્યાં બાળકોના હાથ પગ દોરડી જેવા હોય છે તેમ છતાં તેમને ફાંદ હોય છે.

આપણું શરીર ગમે તેવી પરિસ્થીતીમાં સર્વાઈવ કરી શકવાની કળા જાણે છે. જ્યારે  આપણે જમતા નથી કે ઉપવાસ કરીએ છીએ અથવા ભૂખમરો વેઠતા હોઈએ ત્યારે આપણું શરીર સર્વાઈવ કરવા માટે શરીરમાંથી ચરબી પેટ ઉપર એકઠી કરે છે અને એ ચરબી ધીરે ધીરે કેલરીમાં કન્વર્ટ થાય છે જેનાથી આપણું શરીર જીવિત રહે છે.

પુરુષોમાં પેટ અને પાંસળી (Diafram) ઉપર ચરબી જમા થાય છે એટલે એમનો આકાર સફરજન જેવો હોય છે અને મહિલાઓમાં પેઢું અને નિતમ્બના ભાગે ચરબી જમા થાય છે એટલે એમનો આકાર નાસપતી જેવો હોય છે.

પુરુષોમાં  પેટના ભાગે ચરબી જમા થાય છે અને ધીરે ધીરે પાંસળીઓથી ઉપર જમા થવાની શરુ થાય ત્યારે ફેટી લીવર થવાનું જોખમ વધી જાય છે.

મહિલાઓમાં પેઢું, કમર અને નિતંબના ભાગમાં ચરબી જમા થાય છે એટલે નિતંબ વધી જાય છે.

મોંઢા ઉપરની ચરબીનો સીધો સંબંધ પુરુષોમાં પેટ અને મહિલાઓમાં નિતમ્બની ચરબી સાથે સંકળાયેલો છે. નિતમ્બની ચરબી ઘટે ત્યારે મોંઢા ઉપરની ચરબી નિતમ્બ ઉપર ટ્રાન્સફર થાય છે.

જયારે શરીરમાં ચરબી વધવાની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલી અસર પેટ ઉપર આવે છે અને ફાંદ બહાર નીકળે છે. સૌથી છેલ્લે મોં ઉપર અસર આવે છે અને મોં ભારે દેખાય છે અને ડબલ ચીન થાય છે.

જ્યારે શરીરમાંથી ચરબી ઘટવાની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલી અસર મોં ઉપર દેખાય છે અને મોંઢું નાનું દેખાવાની શરૂઆત થાય છે. છેલ્લે ફાંદ ઓછી થાય છે.

જ્યારે ચરબી ઘટવાની શરૂઆત થાય છે ત્યારે...

એક મહિના પછી આપણને શરીરમાં થયેલ ફેરફારની ખબર પડે છે.

બે મહિના પછી આપણા ફેમીલી અને ફ્રેન્ડ સર્કલને ખબર પડે છે.

ત્રણ મહિના પછી લોકોને ખબર પડે છે. 

જૈન સાધુઓ કે જે લોકો દીક્ષામાં માત્ર ખોબામાં જેટલું અન્ન આવે એટલુંજ ગ્રહણ કરે છે. ભિક્ષાના કડક નિયમોનું પાલન કરે છે. રોજ ચારથી દસ કિલોમીટર ચાલે છે અને ચોમાસામાં એક અઠવાડિયાથી લઈને એક મહિના સુધી નિર્જલા ઉપવાસ કરે છે તેમ છતાં એમને ફાંદ નીકળે છે, ડાયાબિટીસ હોય છે કે આર્થરાઈટીસ થાય છે.

ઓબેસિટી વધવાનાં મુખ્ય કારણો: ઘઉં. મેંદો, આલ્કોહોલ, સિગરેટ. સોડા, સોફ્ટ ડ્રીંક, ટેટ્રા પેક ફ્રુટ જ્યુસ અને કાર્બોરેટેડ ડ્રીન્કસ.

દરેક સફેદ વસ્તુ ઝેર સમાન છે.

ઓબેસિટીના કારણે મેટાબોલિક સિન્ડ્રોમ થાય છે. મેટાબોલિક સિન્ડ્રોમ એ કોઈ રોગ નથી પરંતુ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં અનેક પ્રકારના રોગ પેદા કરતા પરિબળો વધે છે જે આપણને વધુ નુકસાન પહોંચાડે છે. મોટી કમર, સ્થૂળતા, એકદમ ઊંચું ટ્રાઈ ગ્લીસરાઈડ લેવલ, લો એચ.ડી.એલ. કેલેસ્ટ્રોલ લેવલ, હાઈ ફાસ્ટિંગ સુગર લેવલ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલના સંયુક્ત સ્વરૂપને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તેને સિન્ડ્રોમ એક્સ પણ કહેવાય છે. પરંતુ જો આમાંથી એક જ પરિબળ શરીરમાં હોય તો તેને મેટાબોલિક સિન્ડ્રોમ ન કહેવાય. તે માત્ર એક કરતાં વધુ રોગોની હાજરીમાં સિન્ડ્રોમ માનવામાં આવે છે. આ બીમારીઓને કારણે શરીરમાં હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. ચાલીસ વર્ષથી ઉપરના લોકોમાં મેટાબોલીક સિન્ડ્રોમની શક્યતા ઘણી વધી જાય છે.

જે લોકોમાં ઓબેસિટી હોય છે તેમાંના:

૨૫% લોકો ડીપ્રેશનના શિકાર થાય છે.

૩૩% અસ્થમાના શિકાર થાય છે.  

૩૦% ચિત્તભ્રમ અને ગાંડપણના શિકાર થાય છે.

૫૦% લોકો ડાયાબિટીસના શિકાર થાય છે.

૧૫૦% લોકો હાઈ બ્લડ પ્રેશરના શિકાર થાય છે.

૧૦૪% લોકો હાર્ટ ફેલ્યોરના શિકાર થાય છે.

જે બાળકોમાં ઓબેસિટી હોય છે તેમને ૨૦૦% મલ્ટીપલ સ્કાલરોસીસ થવાની શક્યતા રહેલી છે. આ એક જ્ઞાનતંત્રનો એવો રોગ છે જેનાથી સમય જતાં હલનચલન અને વાણી પરનું નિયંત્રણ જતું રહે છે, મગજ અને કરોડરજ્જુના પેશીઓ વધુ ને વધુ કઠણ થતાં જાય છે.

મોટાપો એ શાંત હત્યારો છે. વેટ કે ફેટ કોણ વધારે જોખમી છે? લીવરમાં ફક્ત ૫ થી ૧૦% વધારે ફેટ જમા થવાથી ફેટી લીવર થાય છે. પેન્ક્રીયાજમાં જમા ફક્ત ૧% ફેટ દૂર કરવાથી પેન્ક્રીયાજ ટાઈપ ૨ ડાયાબિટીસ રીવર્સ કરવાનું શરૂ કરી દે છે.

 

ડીટોકસીફીકેશન:

આપણે દરરોજ નહાવાથી શરીરના બહારના ભાગને સાફ કરીએ છીએ. તેઓ પોતાના શરીરને સુંદર દેખાડવા અને સૌને પોતાની સુંદરતા દેખાડવા માટે પોતાના શરીર પર અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને બ્રશ કરીને દાંત સાફ કરે છે, પરંતુ તે બહારની સ્વચ્છતા અને શરીરની સુંદરતાની વાત છે. આંતરિક સફાઈ વિશે શું? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? સુંદર દેખાવા માટે વિનિંગ બોડીની બહારની સફાઈ જરૂરી છે, તેના કરતા વધારે અંદરની સફાઈ જરૂરી છે. જો આંતરિક સ્વચ્છતા ન હોય તો શરીર અનેક રોગોનું ઘર બની જાય છે અને તમારી કમાણી રોગના ઈલાજમાં વપરાય છે.

શું તમે જાણો છો કે જન્મથી આજ સુધી આપણા આંતરડામાં કેટલી સ્ટૂલ એકઠી થઈ છે? ન જાણતા હોવ તો જાણી લો સાડા આઠ કિલો જેટલો મળ ભેગો થાય છે. બીજું કચરો અને ઝેરી પદાર્થો અલગથી. જ્યારે આપણે રેચક લઈએ છીએ, ત્યારે આંતરડાનો ઉપરનો ભાગ જ સાફ થાય છે. આ મળ અને ઝેરી પદાર્થોને યોગ્ય રીતે દૂર ન કરી શકવાના કારણે શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે.

ડિટોક્સિફિકેશન એ આપણા શરીરને સાફ કરવાની એક સરસ રીત છે. આના કારણે આજ સુધી શરીરમાં જે પણ સ્ટૂલ, ટોક્સિન કે કચરો એકઠો થયો છે તે બહાર આવશે અને તમારું શરીર સ્વસ્થ બનશે.

તો ચાલો જાણીએ ડિટોક્સિફિકેશન કેવી રીતે થાય છે.

આ પ્રયોગ વ્યક્તિના સમગ્ર જીવનમાં માત્ર એક જ વાર દર અઠવાડિયે એટલે કે મહિનામાં ચાર દિવસ સતત ચાર દિવસ કરવાનો હોય છે. ધારો કે તમે દર રવિવારે આ પ્રયોગ કરો છો, તો તમારે આ પ્રયોગ એક મહિના માટે ચાર રવિવારે કરવાનો છે. આના ઉપયોગથી તમારા શરીરમાં જમા થયેલો મળ, ઝેર અને કચરો બહાર આવશે. આનો ઉપયોગ કરતી વખતે તમને પેટમાં ગડબડ અથવા ઝાડા થઈ શકે છે, પરંતુ તે બીજા દિવસે જ જલ્દી નિયંત્રણમાં આવશે. તમારે ઝાડાને કાબૂમાં રાખવા માટે કોઈ દવા લેવાની જરૂર નથી. આ સમસ્યા દરેક સાથે નથી થતી, માત્ર 10% લોકોને જ હોય ​​છે. આનો ઉપયોગ કર્યા પછી વજનમાં પણ લગભગ ત્રણથી સાડા ચાર કિલો જેટલો ઘટાડો થાય છે. આ વાત દર્દીઓના મોઢેથી સાંભળવા મળી છે.

જે દિવસે તમે આનો ઉપયોગ કરશો તે દિવસે તમારે સવારે ઉઠ્યા પછી કંઈપણ ખાવાનું નથી. ચા, નાસ્તો પણ નથી કરવાનો. ફક્ત ખાલી પેટ રહેવાનું છે.

સામગ્રી:

એક મોટું પાકેલું પપૈયું અથવા પાઈનેપલ અને એલોવેરા (કુંવારપાઠું) પલ્પ (મીઠો પલ્પ)

(આપણા ઘરના ગાર્ડન કે કુંડામાં વાવેલ કુંવરપાઠાનો ઉપયોગ કરવાનો નથી. ગુજરાતમાં થતું કુવારપાઠું સ્વાદમાં કડવું હોય છે એટલે એના ગુણધર્મો બદલાઈ જાય છે. પતંજલિ સ્ટોર કે કોઈ સારા સ્ટોરમાં એલોવેરા પલ્પ મળે છે જે સ્વાદમાં મીઠો હોય છે એ લેવાનો છે.)

રીત:

લગભગ 300 મિલીનો મોટો ગ્લાસ લો અને 25% એલોવેરા પલ્પ અને 75% તાજા પપૈયા અથવા પાઈનેપલનો પલ્પ લો. બંને પલ્પને સારી રીતે મિક્સ કરો. (ગ્લાસના ચાર ભાગ કરો . અડધા ગ્લાસનો અડધો ગ્લાસ 25% થાય.)

આ ગ્લાસમાં રહેલા પલ્પના આઠ ભાગ કરી લો. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એક ભાગને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીઓ. સાંજના પાંચ વાગ્યા સુધીમાં આ આઠ ભાગ પીલો. જો કોઈને પપૈયું ખાવાથી તકલીફ થાય તો આ પલ્પને સ્વાદિષ્ટ બનાવવા માટે પીળા લીંબુ અને સિંધવ મીઠું અથવા સંચળનો ઉપયોગ કરી શકો છે.

જો ડાયાબિટીસના દર્દીઓએ ડિટોક્સિફિકેશન કરવું હોય તો પપૈયાના પલ્પનો ઉપયોગ કરવો. અનાનસનો ઉપયોગ કરવો નહીં. પાઈનેપલના ઉપયોગથી ગ્લાઈસેમાઈડ વધે છે. પાઈનેપલનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ સ્કોર 66 છે જે અન્ય મીઠા ફળો કરતાં વધારે છે અને તે બ્લડ સુગર વધારે છે.

જો ડિટોક્સિફિકેશન કરતી વખતે ભૂખ લાગે તો તમે આખો દિવસ ફક્ત પાકેલું પપૈયું ખાઈ શકો છો.

તો વિલંબ શા માટે? ચાલો આજથી જ ડિટોક્સિફાય કરવાનું શરૂ કરી દો અને સારું જીવન જીવવાનું શરૂ કરી દો.

 

ગ્રીન એનર્જી લાઈફ એનેર્જી ડ્રીંક:

તમે આગળ વાંચ્યું કે શરીરની આંતરિક સફાઈ માટે ડિટોક્સિફિકેશન કરવાનું છે અને  ડિટોક્સિફિકેશન કરવાનું શરૂ પણ કરી દેશો. પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ સફાઈ જે આજ સુધી આપણા શરીરમાં એકઠા થયેલા મળ, ઝેર અને કચરાને દૂર કરવા માટે કરવામાં આવી છે. આનો ઉપયોગ કર્યા પછી પણ શરીરની અંદર નવો મળ, ટોક્સીન અને કચરો એકઠો થતો જાય છે, તેને રોજેરોજ કેવી રીતે દૂર કરવો જેથી આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે? તો તેના માટે અહીં એક બીજો પ્રયોગ છે - ગ્રીન લાઇફ ફોર્સ એનર્જી ડ્રિંક જે દરરોજ સવારે જ્યારે તમે ઉઠો ત્યારે સૌથી પહેલું કામ કરો.

આ ગ્રીન લાઇફ ફોર્સ એનર્જી ડ્રિંકનો ઉપયોગ કરવાથી શરીરમાં દરરોજ એકઠો થતો  મળ, ટોક્સીન અને કચરો દૂર થાય છે, જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે એનર્જી, બ્લડ અને ઓક્સીજન જરૂરી છે. તમામ રોગો અને સમસ્યાઓ શરીરમાં જ્યારે એનર્જી ઘટી જાય ત્ય્યારે થાય છે. જો કોઈ રોગ હોય અને તેની સારવાર શરૂ કરીએ તો તેમાં એનર્જીના અભાવે ફાયદો થતો નથી અને પૈસાનો વ્યય થાય છે.

જ્યારે રોગ થાય છે, ત્યારે સૌ પ્રથમ ડિટોક્સિફિકેશન તેમજ ગ્રીન લાઇફ ફોર્સ એનર્જી ડ્રિંક શરૂ કરવાથી સારવારમાં સારામાં સારૂ પરિણામ મળે છે.

આ ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રિંકમાં ગ્રીન શબ્દ વપરાયો છે કારણ કે આપણા શરીરમાં લોહીમાં હિમોગ્લોબિન હોય છે, તેવી જ રીતે વૃક્ષમાં ક્લોરોફિલ હોય છે જે વૃક્ષની વૃદ્ધિ માટે લોહીનું કામ કરે છે. તે વૃક્ષને ઉર્જા આપે છે અને તેનો વિકાસ કરે છે.

જ્યારે આપણે આ ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રીંક પીએ છીએ ત્યારે ક્લોરોફિલ પણ આપણા શરીરની અંદર જાય છે અને એનર્જી કે ચી વધે છે, લોહીમાં હિમોગ્લોબીન વધે છે, શરીરમાંથી મળ, ઝેર અને કચરો દૂર કરે છે, જેથી કબજિયાત થતી નથી, શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. શરીર ઉર્જાવાન રહે છે અને થાક લાગતો નથી.

ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રિંકના નામ પ્રમાણે, તે આપણી આસપાસ જોવા મળતા લીલા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે જે ખાવા યોગ્ય છે અને તમે ખૂબ જ સારી રીતે ખાઈ શકો. આ પીણામાં કારેલા, લીમડો, મેથી અથવા કડવાં શાકભાજી જેવા અરૂચિકર શાકભાજી લેવાના નથી. તમને ડ્રીંક સ્વાદિષ્ટ અને માત્ર સ્વાદિષ્ટ લાગવું જોઈએ. આ તમામ શાકભાજી તાજાં લેવાના છે. જે તમારા શહેરની આજુબાજુના પચાસ કિલોમીટરની ત્રિજ્યામાં જોવા મળે છે. તમે કોઈપણ છોડ, વેલા કે ઝાડનાં લીલાં પાંદડા લઈ શકો છો જે ખાવામાં સ્વાદિષ્ટ હોય અને ફાયદાકારક હોય.

તો આવો જાણીએ આખરે કેવી રીતે બને છે આ ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રિંક.

ડીટોક્સિફિકેશન અને લાઇફ ફોર્સ ફૂડ્સ તરીકે ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રીંક કેવી રીતે બનાવવું

ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રીંક રેસીપી -

1.   મુખ્ય લીલા પાંદડા - લીલા પાંદડા વાળા શાકભાજી જેમ કે પાલક 1 પાન અને તાંદળજો, ચીલ, મૂળો કે લેટીસના 10 થી 12 લીલાં પાન અથવા તમારા વિસ્તારમાં જોવા મળતા કોઈપણ લીલા પાંદડા વાળા શાકભાજીનાં 10 થી 12 લીલાં પાન.

મેથીના લીલા પાન કે સુવાની ભાજીનાં પાનનો અરુચિકર સ્વાદને કારણે ઉપયોગ કરશો નહીં. પાન સ્વાદિષ્ટ હોવાં જ જોઈએ.

નાનાં લીલાં પાન તેમાં ઓછામાં ઓછા ત્રણ પ્રકારના લીલાં પાન હોવાં જોઈએ. જેમ કે-

2.          કલકત્તી/બનારસી પાન 1 પાન

3.          તુલસીના પાન 5 થી 10 પાન

4.          ફુદીનાના 15 થી 20 પાન

5.          કોથમીરના 10 થી 15 પાન

6.          મીઠા લીમડાના 8 થી 10 પાન

(આ બધા પાનનું પ્રમાણ તમે સ્વાદ અનુસાર વધારી કે ઘટાડી શકો છો. જો ઝાડા થાય તો ફુદીનાનું પ્રમાણ થોડું ઓછું કરી દો.)

7.            ફળો: સફરજન / નાસપતી / જામફળ / કેળું / ચીકુ / પાકેલું પપૈયું/ કેરી). કોઈપણ એક ફળ.

8.            એન્ટી ડાયાબિટીક સ્વાદિષ્ટ સુગંધીદાર મસાલા: તજ પાવડર,  મરી પાવડર, છીણેલી હળદર, સંચળ અથવા સિંધવ મીઠું, છીણેલું આદુ અને તાજા પીળા લીંબુનો રસ આ બધું અથવા તમને પસંદ હોય તે પ્રમાણે સ્વાદ અનુસાર એક ચપટી થી એક ચમચી મસાલો નાખી શકો છો.

9.            એક ગ્લાસ નવશેકું ગરમ પાણી (250ml).

આ ડ્રીંકની તાસીર ઠંડી છે એટલે એની તાસીર બદલવા માટે ગરમ પાણી ઉમેરવું જરૂરી છે.

રેસીપી:

બધા લીલા શાકભાજી અને પાંદડાંને બ્લેન્ડર અથવા મિક્સરમાં નાંખો અને બ્લેન્ડ કરી લો. તેને જ્યુસરમાં બ્લેન્ડ ના કરશો. તેને ગાળવાનું નથી. જો જરૂરી હોય તો, તમે થોડું ગરમ ​​​​પાણી ઉમેરી શકો છો. બનાવ્યા બાદ તેમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરી શકાય.

હવે આ સ્મૂધીને ગરમ ​​પાણી મિક્સ કરીને ગરમ ગરમ પીઓ.

પીવાનો નિયમ:

સવારે ઉઠ્યા પછી 30 થી 60 મિનિટની અંદર એક ગ્લાસ પીવો ખૂબ જ જરૂરી છે. કોગળા અથવા બ્રશ પણ કરશો નહીં. આ ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રીંક સવારે સૌથી પહેલા તમારા મોંમાં જવું જોઈએ.

સવારે ઉઠીને તરત ચા બિલકુલ પીવાની નથી. જેને બેડ ટીની આદત હોય તેને ભગવાન પણ ક્ય્યારેય સાજો નહીં કરી શકે. 

તેને એક જ ઘૂંટમાં પીશો નહીં. તે ચુસકીમાં પીવાનું છે. મતલબ ઘૂંટ ઘૂંટ નહીં પણ સીપ સીપ પીવાનું છે.  પીતી વખતે તેને થોડીવાર મોંમાં રાખો અને ઘુમાવો (કોગળો કરતા હોવ એ રીતે નહીં ફક્ત મોંની અંદર ઘૂમાવો.) તેમાં લાળ મિક્સ થવા દો. આ પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે. એક સમયે માત્ર એક જ ચુસ્કી પીવો.

એક અથવા બે ગ્લાસથી શરૂ કરીને, તમે સમગ્ર દિવસમાં ચાર ગ્લાસ (એક લિટર) સુધી પી શકો છો.

સવારે તેને પીધા પછી, તમે તમારા વર્કઆઉટ/યોગા/મોર્નિંગ વોક પછી બાકીની સ્મૂધી પી શકો છો.

થોડા દિવસો પછી, જ્યારે આ જીવન ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રીંક તમારા સ્વાદ અને મનપસંદ પીણા મુજબ બની જશે, તમારી આદત બની જશે ત્યારે તેમાં કેટલીક વધુ ફાયદાકારક વસ્તુઓ પણ ઉમેરી શકો છો.

એક ચપટી હળદર અને ચામાં નાખતા હોવ એટલું આદુ નાખો. (ઢીંચણના દર્દીઓ માટે ફાયદાકારક)

તમે તેને દરરોજ અલગ-અલગ સ્વાદમાં પણ બનાવી શકો છો. ફળોની જગ્યાએ નીચેની વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે, પરંતુ લીલી ભાજીઓ બદલાશે નહીં.

ટમેટા, ગાજર, કાકડી, દૂધીનો સમાવેશ કરી શકો છો.

આમાં દાડમ, પાઈનેપલ અને તરબૂચનો ઉપયોગ કરશો નહીં.

દરરોજ અલગ-અલગ ફ્લેવરમાં પીવું વધારે ફાયદા કારક રહેશે.

સાંજે 5 વાગ્યા પછી તેને પીવું જોઈએ નહીં.

આ ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રીંક અનેક ફ્લેવરમાં અને અનેક રીતે બનાવી શકાય છે. તે પણ માત્ર 10 થી 15 મિનિટમાં.  ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રીંક બાળકોથી લઈને મહેમાનો સુધી બધાંને આપી શકાય છે. તહેવારોથી લઈને ખાસ પ્રસંગો દરમિયાન તેને એક સ્વાદિષ્ટ અને શક્તિ આપનાર ડ્રીંક તરીકે પીરસી શકો છો.

જયારે બહાર ગામ હોવ ત્યારે ગ્રીન એનર્જી લાઈફ ડ્રીંક પીવાનું શક્ય ના હોય ત્યારે સવારે ઉઠીને તરત લસણની એક કળી ફોલીને પાણી સાથે ગળી જવી. જેનાથી ગ્રીન લાઈફ ફોર્સ એનર્જી ડ્રીંકની અસર જળવાઈ રહેશે. એક કલાક પછી બ્રેકફાસ્ટ કરવો.

જો કામની વ્યસ્તતા હોય અને રોજ્રરોજ તમે આ ડ્રીંક બનાવી શકતાં ના હોવ તો ફ્રૂટ અને શાકભાજી સિવાયની બધી સામગ્રીને પાણી નાખ્યા વગર મિક્સરમાં બ્લેન્ડ કરી ચટણી બનાવી લો અને એને આઈસ ટ્રેમાં નાખી એના ક્યુબ્સ બનાવી લો. આ ક્યુબ્સ ત્રણ દિવસ ચાલે છે. ત્રણ દિવસ સુધી એના ટેસ્ટમાં કોઈ ફરક આવતો નથી. જયારે સવારમાં આ ડ્રીંક પીવાનું હોય ત્યારે ત્રણ ચાર ક્યુબ્સ ફ્રીઝમાંથી બહાર કાઢી લો એને નોર્મલ ટેમ્પરેચર ઉપર લાવો અને પછી પસંદગીનું ફ્રૂટ અને/અથવા શાકભાજી ઉમેરી મિક્સરમાં બ્લેન્ડ કરી લો. આ ડ્રીંક પાંચ મીનીટમાં તૈયાર થઇ જશે.

જો સવારમાં સમય બગાડવો ના હોય તો રાત્રે બધી સામગ્રી તૈયાર કરી રાખો જેથી સવારમાં માત્ર મિક્સરમાં બ્લેન્ડ કરી ગરમ પાણી મિલાવીને ગાળ્યા વગર પી શકાય. આ ડ્રીંક ગાળવાથી એની અસર નાબૂદ થઇ જાય છે અને એ ફક્ત જ્યુસ બની જાય છે અને જે ફાયદો મળવો જોઈએ એ મળતો નથી.

જો કોઈ વ્યક્તિને થાઈરોઈડ હોય તો તે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા થાઈરોઈડની દવા લેશે.  ત્રીસ ચાલીસ મિનિટ પછી જ સ્મૂધી પીશે.

જો કોઈને કિડનીની સમસ્યા હોય તો તેણે આ ડ્રીંકનું સેવન ન કરવું જોઈએ.

આ ડ્રીંક ઓછામાં ઓછા 121 દિવસ સુધી સતત પીવું જોઈએ.

આ ડ્રીંક લીધાના એક-બે કલાક પછી જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમારે પાંચ અલગ-અલગ ફળ લેવાં. ત્રણ ફળ મીઠાં અને બે ફળ ખાટા હોવા જોઈએ. આ બધા ફળોને જીણા સમારી ચમચીથી ખૂબ ચાવીનેખાઓ. લાળ ભળવી ખૂબ જરૂરી છે. ત્યાર બાદ બીજી ચમચી મોઢામાં નાખવાની છે.

ભૂલથી પણ કેળા અને દાડમના દાણા મિક્સ ન કરો, નહીં તો શરીરમાં એસિડોસિસ થશે અને ઉલ્ટી, ઉબકા, માથાના દુ:ખાવાની સમસ્યા શરૂ થશે.

બપોરે ભોજન કરતાં પહેલાં પાંચ અલગ-અલગ શાકભાજી લો અને તેને બારીક કાપીને સલાડ બનાવો. ચાટ મસાલો અને સિંધવ અથવા સંચળ સ્વાદ મુજબ ઉમેરીને પ્લેટમાં લઈને ચમચીથી ખૂબ ચાવીને ખાઓ. ત્યાર બાદ બીજી ચમચી મોઢામાં નાખવાની છે. આ પછી જ ભોજન કરવાનું છે. રોજ ૫૦૦ ગ્રામ કાચું સલાડ ખાવાથી શરીરનો કચરો અને બિન જરૂરી ક્ષર નીકળી જાય છે.

સાંજે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફણગાવેલા મગ, ચણા અથવા બાફેલા બીન્સની  ચાટ બનાવીને ખાઓ.

ડીનર કરતાં પહેલા પાકેલા પપૈયાને બારીક સમારીને થાળીમાં લઈને ચમચીથી ખૂબ ચાવીને ખાઓ.

સ્વસ્થ રહેવા માટે તમામ પ્રકારની સફેદ વસ્તુઓ જેમ કે મેંદો, ખાંડ, મીઠું, અજીનોમોટો, દૂધ અને દૂધમાંથી બનેલી તમામ ડેરી પ્રોડક્ટ્સ, કારબોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ બંધ કરવા.

ઘઉંમાંથી બનેલ વસ્તુઓ બંધ કરવાથી ડાયાબિટીસ માત્ર ચાર દિવસમાં રીવર્સ થાય છે અને પેન્ક્રીયાસ ઉપર જામેલ ચરબી દૂર થાય છે એટલે ટાઈપ ૨ ડાયાબિટીસ નોર્મલ થઇ જાય છે.

 

ચિયા સીડ:

જ્યારે આપણે દૂધ અને તેની બનાવટ ખાવાનું બંધ કરી દઈએ તો સવાલ એ થાય છે કે કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને જરૂરી પોષક તત્વો ક્યાંથી મળશે? તો આ પ્રશ્નનો જવાબ છે ચિયા સીડ્સ.

ચિયા સીડ એ પ્રકૃતિનો અદ્ભુત ખોરાક છે, જે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, સવારના નાસ્તા પહેલા એક ગ્લાસ પાણીમાં ચિયા પીઓ. ચિયા જેલ બનાવવા માટે તેમને પલાળી રાખો અને માખણની જગ્યાએ તેનો ઉપયોગ કરો.

બજારમાં ચિયાસીડના જેવાંજ  લગભગ પંદર પ્રકારના સીડ મળે છે, જેમ કે તુલસીના સીડ, ફાલુદા સીડ, તક્મરીયાં મુખ્ય છે. સારા સ્ટોર્સમાંથી માત્ર ચિયા સીડ ખરીદો. ચિયાના સીડ બે પ્રકારે મળે છે

ભારતીય અને ઈમ્પોર્ટેડ.

ભારતીય ચિયા સીડને પલાળવામાં અડધો કલાક લાગે છે જ્યારે ઈમ્પોર્ટેડ ચિયા સીડને પલળવામાં ચારથી આઠ કલાક લાગે છે, તેથી તેને આખી રાત પાણીમાં પલાળી રાખવું સારું છે. ઈમ્પોર્ટેડ સીડ ૧૦૦ રૂપિયાથી લઈ ૧૩૦ રૂપિયાના ૧૦૦ ગ્રામ મળે છે. જે અંદાજે રોજ એક ચમચી વાપરવાથી ૨૦ દિવસ ચાલે છે.

ચિયા સીડના ગુણધર્મો:

પાલક કરતાં 3 ગણું વધુ આયર્ન

દૂધ કરતાં 5 ગણું વધુ કેલ્શિયમ

નારંગી કરતાં 7 ગણું વધુ વિટામિન સી

બ્રોકલી કરતાં 15 ગણું વધુ મેગ્નેશિયમ

શાકાહારી

ફાઇબરનો સારો સ્ત્રોત

એન્ટી-ઓક્સીડન્ટ તત્વોથી ભરપૂર

વજન ઘટાડવું (ખોરાકની તલપમાં ઘટાડો)

બ્લડ સુગર સંતુલિત કરે છે

ગ્લુટેન મુક્ત

ઓમેગા -3 થી ભરપૂર

પ્રોટીનથી ભરપૂર

કાયમી ઉર્જા આપે છે

વૃદ્ધત્વ વિરોધી (સ્વસ્થ ત્વચા, વાળ અને નખ)

ચિયા જેલ રસોઈ કરતી વખતે માખણ અને ઇંડાને બદલી શકે છે

ખીસાને પરવડે એટલું સસ્તું 

તેમાં કોઈ સ્વાદ નથી પરંતુ તેમાં જે ઉમેરવામાં આવે છે તેનો સ્વાદ વધારે છે.

પ્રયોગ:

રાત્રે એક લીટર પાણીની બોટલમાં એક ચમચી ચિયા સીડ નાખો.

ચિયા સીડ સવારે ફૂલી જશે. એ જ્યારે પાણીમાં ભલે છે ત્યારે ૨૭ ઘણું કદમાં વધે છે. જ્યારે પણ તમારે પાણી પીવું હોય ત્યારે બોટલને હલાવીને પાણી પીવો. બોટલમાં જેટલું પાણી ઓછું થઈ ગયું હોય તેટલું પીવાનું પાણી બોટલમાં ભરો. જ્યારે પણ તમારે પાણી પીવું હોય તો આ ચિયા સીડનું જ પાણી પીવો.

બપોરના ત્રણ વાગ્યા પછી બોટલ ભરવાનું બંધ કરો અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં બોટલમાં રહેલું પાણી પીવાનું સમાપ્ત કરો.

ચિયાના સીડને ચાવવાના નથી પણ ગળી જવાના છે. તેને ચાવશો તો પેટમાં ગેસ થશે.

 

તો રાહ શા માટે જોવાની? આજથી જ આ પ્રયોગો શરુ કરી દો અને સ્વસ્થ જીવન જીવો.

****

વ્હાલા વાંચક મિત્રો,

આ લેખ માત્ર લેખ જ નહીં પણ અમારા કલીનીકની સફળતાનો પાયો છે. આટલી વાતોમાંથી માત્ર પચાસ ટકા પણ અમલમાં મૂકશો તો તમને સ્વસ્થ અને દીર્ધાયું જીવન જીવતાં કોઈ પણ રોકી નહીં શકે.

આ પ્રયોગોથી દર મહીને ત્રણ ચાર કિલો વજન ગેરંટીથી ઉતારે છે અને શરીર સુડોળ બને છે. ચહેરા ઉપર કુદરતી ચમક આવે છે. પ્રી બ્રાઈડલ પ્રોગ્રામમાં જે યુવતીનાં લગ્ન થવાનાં હોય એને અને જે મહિલાઓ ટ્રીટમેંટ લેવા આવે છે તે સુંદર ચહેરો લઈને જાય છે.

અહી કેટલીક તસવીરો શેર કરું છું જેમાં મેં અને મારા સાથી મિત્રોએ પેશન્ટો ઉપર આ પ્રયોગથી રીઝલ્ટ આપેલાં છે. કેટલીક તસવીરો મારા મેન્ટોર શ્રી મનોજ ખંડેલવાલ સરના ક્લીનીકની છે જ્યાં એમણે સુંદર રીઝલ્ટ આપેલાં છે. આમાં કોઈ પણ દવા કે મોંઘીદાટ દવાઓ કે કોઈ સર્જરીનો સહારો લીધેલ નથી અને માત્ર થેરાપીથી રીઝલ્ટ આપેલાં છે. થેરાપીમાં મોકસીબેશન, એક્યુપ્રેશર, એક્યુપંચર, ટીસીએમ અને એરીક્યુલર ટ્રીટમેન્ટ આપેલ છે. તમે દરેક તસ્વીરમાં જોશો કે જયારે મહિલાઓ ટ્રીટમેન્ટ લેવા આવે ત્યારે કેવી નિસ્તેજ દેખાય છે અને જ્યારે ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારે એમનું રંગ રૂપ કેટલી હદે બદલાઈ જાય છે. 

મેં મારું વીઝીટીંગ કાર્ડ સૌથી છેલ્લી તસ્વીરમાં શેર કર્યું છે. કોઈ પણ વાચક મિત્રોને ઢીંચણની તકલીફ, સ્લીપ ડિસ્ક, સાયાટીકા, સર્વાઈકલ, લંબર પેન, કમર દર્દ, ફ્રોઝન શોલ્ડર કે કોઈ પણ દુઃખાવો હોય તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને નિશુલ્ક સલાહ લઈ શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી આપશો. આપની કોમેન્ટ્સ મને વધારે સારી રસપ્રદ માહિતી લખવા માટે પ્રેરિત કરશે.

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ