વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આરાધ્યાની ચતુરાઈ



      ????????????????????????????????????



     સ્કુલેથી આવ્યાં પછી, ટયુશન અને હોમવર્ક પૂરૂં કરી આરાધ્યા ગામનાં છેવાડે આવેલ તળાવે ફરવા જાય. ભણવામાં હોંશિયાર અને બુધ્ધીમાં ચતુર એવી આરાધ્યાને તળાવે ફરવા જવું ખૂબ ગમે. વૃક્ષો, ફૂલો, ફૂલો પર ઉડતાં પતંગિયા, વૃક્ષો પરના ફળો, વૃક્ષો પર ચિક્ ચિક્ કરતાં પક્ષીઓ આ બધું નિહાળવું આરાધ્યાનો શોખ હતો. એટલે જ આવી પ્રકૃતિ માણવાં આરાધ્યા રોજ તળાવ કીનારે જાય. કોઈ વાર મમ્મી સાથે હોય તો કોઈ વાર સાહેલીઓ સાથે પણ તળાવ કીનારે આવે. 

            આ વખતે ધોધમાર વરસેલા વરસાદે તળાવને છલ-છવોછલ છલકાવી દીધું હતું. તળાવમાં ઘણાં બધાં દેડકાઓ, માછલીઓ, કાચબાઓ પણ પાણી સાથે તણાઈને તળાવમાં આવેલાં ને તળાવમાં જ પોતાનું ઘર બનાવેલ. આ માછલીઓ માટે આરાધ્યા રોજ મમરા, ઘઉંના લોટની ગોળીઓ લાવે તો કાચબા માટે પણ જીણી જીણી બિસ્કીટ લેતી આવે. માછલીઓ અને કાચબાઓને આ બધું ખવડાવવી આરાધ્યા ખૂબ ખૂબ રાજી થાય અને રાત પડતાં મમ્મીની સોડમાં લપાઈ સુઈ જાય. 

           આજ તો તળાવે ફરવા આરાધ્યા અને તેની દીદી કશિશ બન્ને આવ્યાં હતાં. પણ આ શું ?, આજ એક માછીમારે એક મોટી જાળ માછલીઓ પકડવા તળાવમાં બાંધી દીધી, જેથી સવાર પડતાં તેમાં ઘણી બધી માછલીઓ પકડાઈ જાય. જાળ બાંધી તે પોતાના ઘરે જતો રહ્યો. આરાધ્યાએ આ જોયું. ચતુર એવી આરાધ્યાને ખબર પડી ગઈ કે માછીમાર રોજ આ રીતે માછલીઓ પકડશે અને પછી તળાવ માછલી વિનાનું થઈ જશે. આ માછલીઓ બચાવવા કંઈક કરવું પડશે !!. ઘરે આવ્યાં પછી રાત્રે આજ પપ્પા આવે ત્યાં સુધી સૂતી નહીં. પપ્પા આવ્યાં એટલે તેણે પેલાં માછીમારની વાત જણાવી. પપ્પાએ કહયું કંઈ વાંધો નહીં સવારે આપણે કંઈક કરીશું, તું અત્યારે સૂઈ જા. 

        સવારે મમ્મી, પપ્પા અને આરાધ્યા ગામનાં થોડા લોકોને સાથે લઈ તળાવે ગયાં. પેલાં માછીમારની જાળમાં ઘણી બધી માછલીઓ ફસાઈ ગઈ હતી. બધાં લોકોએ થઈ જાળ કાપી નાખી અને માછલીઓને છોડાવી દિધી. માછીમાર પોતાની જાળ લેવાં આવ્યૉ ત્યાં બધાં લોકોને જોઈ ડરી ગયો. ભાગવા જતો હતો પણ આરાધ્યાએ દોડી તેને પકડી લીધો. બધાં તેને ખૂબ ખીજાયા અને ફરીવાર તળાવ તો શું ગામમાં પણ નહીં આવવાં જણાવ્યું. આથી માછીમાર ગામ છોડી જતો રહ્યો. 

       આરાધ્યાની ચતુરાઈથી ઘણી બધી માછલીઓ બચી જતાં બધા લોકોએ આરાધ્યાને ખૂબ ખૂબ શાબાશી આપી. કંપાસ અને બોલપેન સેટ આપી આરાધ્યાનું બહુમાન કર્યું. 

બોધ : તો બાળકો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે પ્રકૃતિ અને પ્રકૃતિમાં વસતાં દરેક જીવ પ્રત્યે આપણે પ્રેમ રાખવો જોઈએ અને કોઈ તેને નુકશાન કરવાની કોશીશ કરે તો આપણી ચતુરાઈ વાપરી પ્રકૃતિને બચાવવી જોઈએ. 

Asha j bhatt 


????????????????????????????????????????



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ