વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલને સખી

ચાલને સખી


ચાલને  સખી  ફળિયા ને શાળામાં વિતાવેલ બાળપણની યાદોને તાજી કરી જીવી લઈએ .


તું ખિસ્સાં લાવજે ચોખા, હું લાવીશ વટાણા ,ચાલને સખી બાળપણ જીવી લઈએ.


તું અને હું વડલાની નીચે સંતાકૂકડી રમતા ,ત્યાં ચાલને સખી  ફરી રમી લઈએ .


 જાગરણના દીને ફળિયામાં  મસ્તી કરતા, ચાલને સખી થોડીક મસ્તી કરી લઈએ  


કેવા બળદગાડામાં બેસી ખેતર જઈને બોર ખાતા, ચાલને સખી ફરી બોર ખાઈ લઈએ.


કરવી એ બાળપણની વાતો ને યાદો  સખી તું  છે દૂર, આવને સખી મુલાકાત કરી લઈએ .


ભાનુબેન બી પ્રજાપતિ "સરિતા"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ