વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલ જીવી લઈએ

ચાલ જીવી લઈએ

*****************

ચાલને ફરી એક વાર જીવી લઈએ

ચાલને ફરી એક વાર રમી લઈએ


ચાલ જવાબદારીમાંથી થોડો થોડો વિરામ લઈએ

ચાલને ફરી એક વાર રમત રમી લઈએ


ચાલ થોડા નાસમજ બની જઈએ

કીટ્ટા અને બુચ્ચાના ખેલ ખેલી લઈએ


ચાલને એ ખાટી મીઠી ગોળી ફરી ખરીદી લઈએ

ચાલને આજ ફરી એક વાર બાળક બની જઈએ


ચાલને ફરીએ સંતાકુકડી,થપ્પો,લંગડી,ક્રિકેટ રમી લઈએ

ચાલને ફરી એક વાર રમતા રમતા ચીટીંગ કરી લઈએ.


ચૌધરી રશ્મીકા એલ `રસુ´

અમદાવાદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ