વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાવ સૂનું લાગે

સાવ સૂનું લાગે

******************


 આગાશીનું આકાશ આજે કોઈ નથી મારી સાથે મને સાવ સુનું લાગે.


સવાર પડતાં પંખીઓના અવાજ થયા બંધ, મને સાવ સૂનું  લાગે .


કેવા હતા એ દિવસો આકાશમાં  તારલા સાથે કરતા વાત ,આજે મને  સાવ સુનું લાગે .


ઉડતા પતંગ સાથે મનને એવું ખુલ્લું મૂકતા અને ખુશીઓ માણતા, આજે સાવ સૂનું લાગે.


આકાશમાં રચાતા મેઘધનુષ્યને જોવા  સખીઓ સાથે ઉમટી પડતા ,આજે સાવ સુનું લાગે.


સખીઓ સાસરે વહી ગઈને, આંગણમાં રહી ગઈ એમની મીઠી યાદો ,આજે સાવ સુનું લાગે .


ભાનુબેન બી પ્રજાપતિ "સરિતા"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ