વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગમતું નામ માધવ

🌷ગમતું નામ માધવ🌷

માધવ નામ મને બહુ ગમતું

મારા મુખમાં રહેછે એ રમતું

             માધવ નામ મને બહુ ગમતું...

એને શોભે શણગાર

      કંઠે વૈજંતિમાળ

એનાં મુગટમાં મોરપીંછ શોભતું

          માધવ નામ મને બહુ ગમતું...

એની બંસરીના ગીત

બાજે પ્રેમનું સંગીત

મારાં રોમેરોમે રહેછે એ ગુંજતું

      માધવ નામ મને બહુ ગમતું...

   મારું તનડુ હરખે

    મારું હૈયું છલકે

મન એમાં જ રહે મારું ભમતું

       માધવ નામ મને બહુ ગમતું...

      ઝાંખી એની ઝંખું

      એને મળવા તલસુ

   હૃદય સદા રહે એને ઝંખતું

     નીત્ય માધવ માધવ રટતું

     માધવ નામ મને બહુ ગમતું...

      મારા મુખમાં રહેછે એ રમતું....

                           ...."તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ