વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિકલ્પ

હવે તો જિંદગી માં બે જ વિકલ્પ રહ્યા છે,

તારામાં મદહોશ થઈને પુરી દુનિયાને ભુલી જાવું છે,

હોશમાં રહીને ફક્ત તારા નામે જીવી જાવું છે...


હવે તો જીવન જીવવા માટે બે જ વિકલ્પ રહ્યા છે,

પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે જીવવું છે,

પોતાનાની ખુશી માટે ખુશ હોવાનો દેખાડો કરીને જીવવું છે....


હવે તો જિંદગી માં બે જ વિકલ્પ રહ્યા છે,

તારી યાદોના સહારે આખી જિંદગી વિતાવી દેવું છે,

તારા પ્રેમના સહારે જીવનમાં આગળ  વધવું છે.....


હવે તો જીવનમાં ખુશ થવા માટે બે જ વિકલ્પ રહ્યા છે,

ફરિયાદ કરવા કરતાં ફરી યાદ કરીને મારે ખુશ થવું છે,

નારાજગી બતાવવા કરતાં વ્હાલ  કરીને મારે રાજી રહેવું છે....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ