વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

“મારામાં હું”

“મારામાં હું”


મારી પાક્કી સહેલી છે તું,

મારી અંદર ફરતી પહેલી છે તું.


તું જ મને અંદર બહારથી જાણે છે,

મારામાં જ ગુપ્તપણે રહેલી છે તું.


ભૂલ કરું કોઈ વેળા તો સંભાળી લેતી,

મૌનમાં જ મને જન્મજાત વરેલી છે તું.


એકાંતમાં પેટ ઠાલવી વાતોં કરવી ગમે,

એવી મારામાં અદૃશ્ય ઢળેલી છે તું.


હા! નથી ઓળખતું આ વિશાળ જગત તને,

‘ઝરણાં’ પરછાઈની સાથે આતમમાં મળેલી છે તું.


કે મારી પાક્કી સહેલી છે તું,

મારી અંદર ફરતી પહેલી છે તું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ