વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેમ ભાગ્યફળ શોધે છે ?

કેમ? ભાગ્યફળ શોધે છે..!


🌺🌺🦋🌺🌺🦋🌺🌺


સપનાના સમુદ્રમાં,

ભીની લાગણીઓનો,

શૂન્યાવકાશ ભરપૂર ભર્યો છે..!


કળિયુગી મનડામાં,

વહેમી જીંદગીનો,

આભાસ ઘણો છલ્યો છે..!


વૃક્ષોનાં હૈયામાં પણ,

લીલીછમ વસંતનું,

અભિમાન ઘણું છવાયું છે..!


પાનખરે વૃક્ષોનું પણ,

પીળાં પર્ણોની ઓઢણીએ,

હૈયું ખૂબ ઘવાયું છે..!


માનવીનાં હાથમાં પણ,

જોને કેવી તકદીરની,

રેખાઓ દોરાયેલી છે..!


કર્મોવિનાનું ફળ ક્યાં મળે?

છતાં પણ લોકો કુંડળીમાં,

કેમ? ભાગ્યફળ શોધે છે..!


વહેલી પરોઢ પણ,

જોને કેવી ઝાકળબુંદની,

ભીનાશે ભીંજાય છે..!


છતાં સૂર્યોદય થતાં જ,

ઝાકળબુંદો પણ પરોઢનો,

સંગાથ છોડીને ઉડી જાય છે..!


બદનામીનું ઇનામ આપીને,

લોકો પ્રણયના દર્દને કાં' વધારે?

હવે તો સહજ ગણી સ્વીકારવું,

એ આજના સમયની માંગ છે..!


એકાંતની કલમે..📝


🌺🌺🦋🌺🌺🦋🌺🌺


જયંતિલાલ વાઘેલા (એકાંત)




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ