વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરિતાપ

અનુભવે અનુભવે નહિ, ઉઝરડે ઉઝરડે ઘડાય છે, 

માણસની જાત માણસને જ ક્યાં સમજાય છે?


ભોગ લાગ્યાં છે જિંદગીને એમ કહેવામાંયે વાંધા, 

ધ્રાસ્કે હૃદય મળ્યું, લોહીના વહેણ ક્યાં બંધાય છે?


મોરલીની લટકણમાં પણ અમે તો મોહમય થયા, 

ભરમાવતી તમારી માયાજાળ, હવે કંઈક કળાય છે.


પ્રણયની બાહોંમાં રત થઈ ઊંડા ઊતરતા જ ગયાં, 

ડૂબવું જ ઉપાય બચ્યો, ભલે હવે શ્વાસ રુંધાય છે.


અંતરમાં ભલે ભર્યા વાવ, સરોવર ને કૂવા છલોછલ, 

આંસુને કહેવાયું જ્યારે પ્રપંચ, હવે ક્યાં રડાય છે? 


સોસવાતો જીવનરસ, ઓરતાને કાંઠે તરસતું મન, 

ભટકી રહ્યાં ને થાક્યા, આ ખાલીપો ક્યાં પૂરાય છે?


ટળવળતી જાત સાથે મંત્રણા કરીશ તારા છળની,

જોવું છે મારે, કયા કાયદાની તાકાતે તું પકડાય છે? 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ