વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણપ્રેમ

હે ક્રિષ્ણા, 
તને પામવાની જ છે તૃષ્ણા, 
જન્મોજન્મની મનની એકમાત્ર એષણા, 
કૃષ્ણમય થઇ જીવતર નીકળે ઘણાં ઘણાં. 
  
બંધાયેલી છું તારી સાથે પ્રત્યેક તાંતણે, 
મને બસ મનમોહન તું જ જાણે, 
ન ફક્ત એકટાણે,   
શ્રી હરિ શ્રી હરિ જપું નિરંતર જાણે અજાણે. 
  
જરા,વ્યાધિ, મોહ ને માયા, 
આખરે તો એકાકાર થવું છે ત્યજી ને આ કાયા, 
કેવી છે આ વેદના, કોણ સમજે તારા વિના ઓ માધવા, 
મોક્ષ દઈ મુક્તિ અપાવને જાદવા ! 
  
કૃષ્ણ થકી શ્વાસને મળે છે જીવવાની પ્રેરણા, 
કુંજ બિહારી સંગ જોડાયેલાં રહે પ્રીતનાં તાંતણાં, 
હૈયાનાં પારણાંમાં ઝૂલો સદૈવ નંદલાલ, 
ને લઉં લાખ લાખ ઓવારણાં ! 
  
મોરપીંછ સમાં જીવનનાં આ ભિન્ન ભિન્ન  રંગ, 
સહનશક્તિ તું જ આપે મારા અનંત, 
પળ પળ ફૂટતાં રહે મુજ મહીં "કૃષ્ણભક્તિ"નાં  ઝરણાં, 
શ્યામ નામ વિના નહિ જડે ક્યાંય આ જીવને ઠેકાણાં ! 
  
ક્ષમા કરજે મુરલીધર જો થાઉં તારાથી વિભ્રંશ, 
છું તારો  જ ને તારામાં જ સમાશે અંતે તારો આ અંશ, 
કરું છું ગિરિધર તમને હું એ જ મનામણાં, 
અવિનાશી પરબ્રહ્મ સિવાય ન થાય મને અન્ય કોઈ પણ ભ્રમણા, 
અખંડ સત્ય ફક્ત હરે કૃષ્ણ, હરે કૃષ્ણ !!! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ