વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વાસ છે મને

હા! આવીશ તું મારા જીવનમાં એ વિશ્વાસ છે,

વીતી જશે ઝડપી આ દિવસો એ વિશ્વાસ છે..


હા! ઉગશે સુખનો સૂર્ય ફરી મારા જીવનમાં,

તું લાવશે સુખ નો ચાંદ ફરી મારા જીવનમાં.. વિશ્વાસ છે..


હા! દુઃખ તો છે સઘળા સાગર સમા વહેણનાં,

અને વહી જશે આ દુઃખ એક જ નાના વહેણમાં.. વિશ્વાસ છે..


હા! થશે તને પણ એકદિવસ પ્રેમનો અહેસાસ,

ને આવશે તને પણ યાદ મારી હવે દિવસ-રાત.. વિશ્વાસ છે..


હા! પડશે ખબર તને સત્યની જરૂર એકદિવસ,

અને તું પણ કરીશ અફસોસ ઘણો એ દિવસ.. વિશ્વાસ છે..


હા! કરજે એક નાની મહેર, આ 'નિક્સ' પર,

બસ કરજે મુલાકાત નિક્સ સાથે એક દિવસ.. વિશ્વાસ છે..

©Niks ???? Se ???? Tak

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ